નિર્ણય:નર્મદાના જમીન સંપાદન અધિકારી અન્ય ચાર્જથી મુક્ત

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હવે નહેરના કામોમાં ગતિ આવશે : રાજ્યમંત્રી

કચ્છમાં ફરજરત જમીન સંપાદન અધિકારી પાસે કુલ્લ પાંચ જિલ્લાની જવાબદારી હોતાં  કેટલાક સ્થળે જમીન સંપાદનના પ્રશ્નો ખડા થતાં નર્મદાની કેનાલનું કામ આગળ વધી શકતું ન હતું. સમસ્યાના નિરાકરણ રૂપે આ અધિકારી પાસેથી વધારાના ચાર્જ લઇ લેવાયા છે જેને લીધે હવે કેનાલના કામમાં ગતિ આવશે તેમ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું.

નિયમિત પાણી મોડકૂબા સુધી પહોંચે તો યોજના પરિપૂર્ણ થાય તેમ છે પણ જમીન સંપાદનના મામલા ટલ્લે ચડ્યા છે. કચ્છમાં ફરજ બજાવતા જમીન સંપાદન અધિકારી પ્રજાપતિ પાસે ભાવનગર, રાધનપુર, પાલનપુર અને મહેસાણાનો વધારાનો ચાર્જ પણ છે જેને કારણે પ્રશ્નોનું લાંબા સમયથી નિરાકરણ આવતું નથી. આ અંગે રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, તેમણે આ મુદ્દે સીએમ સમક્ષ રજૂઆત કરતાં જમીન સંપાદન અધિકારીને વધારાના ચાર્જમાંથી મુક્ત કરવાનો આદેશ કરાયો છે. રવિવારે કલેક્ટરની સાથે શિણાય જવાના છે અને સંપાદન સહિતના અટકેલા પ્રશ્નો માટે ખેડૂતોને બોલાવી ઝડપી નિકાલના પ્રયાસો હાથ ધરશે. દર સપ્તાહે નર્મદાના કામોની સમીક્ષા કરીને  શક્ય તેટલી ઝડપ લાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. દુધઇ પેટા કેનાલથી હવે નહેરના બદલે પાઇપ લાઇન નખાશે તેવી વાતો ગપગોળા છે તેમ તેમણે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...