સેવા સપ્તાહ:જિલ્લામાં નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવા કાર્યો સાથે ઉજવણી કરાઈ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપર - Divya Bhaskar
માધાપર

સાંસદ(1,17/9) : કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેના અંતર્ગત વિકાસ વંચિતો, દિવ્યાંગજનો, નિરાધાર અને માનસિક રોગોના દર્દીઓને સહાયભુત થવા નિર્ધારિત કાર્યક્રમો આયોજિત કરાયા હતા. તે અંતર્ગત મેન્ટલ હોસ્પિટલમાં દર્દીઓને કપડાની જોડી, ડ્રેસ, નાસ્તો અને ફળ વિતરીત કરાયા હતા. કચ્છના કલાકારો દ્વારા આત્મનિર્ભર ભારત સંદર્ભે બનાવેલા ગીતનું લોંચિંગ પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટિલ તથા સાંસદ દ્વારા ડિજિટલ વિડીયો કોન્ફરન્સ દ્વારા કરાયું હતું. ભુજ ઇંગ્લિશ સ્કૂલથી રામકૃષ્ણ કોલોની રોડ સુધીમાં વૃક્ષારોપણ, દિવ્યાંગજનોને સાધન સહાય તથા નાની બાળાઓને સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ ફોર્મ ભરાવી તેમનો પ્રથમ હપ્તો સાંસદ તરફથી ભરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વીમા પોલિસીની રકમ સાંસદે ભરી પોલિસીઓ ખોલાવી હતી. રેન બસેરામાં ઘર વિહોણા લોકોને ભોજન કરાવ્યું હતું. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્ર જણસારીએ ઘર વિહોણા લોકોને મીઠાઈ આપી જમાડ્યા હતા તેમજ સુકન્યા યોજના અંતર્ગત બાળાઓના પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલવામાં વ્યવસ્થા કરી હતી. આ કાર્યમાં જગદીશગીરી, સામજી વાણિયા, પ્રકાશ મહેશ્વરી, પ્રફુલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બિદડા (27,28) : માંડવી ભાજપ અને બિદડા સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત અભિયાન દ્વારા બિદડા સર્વોદય ટ્રસ્ટના આંગણે બચુભાઈ રાભિયા મેમોરિયલમાં ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે માંડવી મુંદ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ટ્રસ્ટ ના જયારિહેબના ડાયેરકટર મુકેશ દોશી અને વિરેન્દ્ર સાડિલયના ટેલિફોનિક માર્ગદર્શનથી ડો.દેવલબેન અને ડો.અશોક ત્રિવેદીએ કોરોના વાયરસની સામે લડવાની માહિતી લેપટોપ પર પ્રેઝન્ટેશન કરી દર્શાવી હતી. કોરોનાના દર્દી સાજા થયા બાદ એમના ફેફસાં અને હૃદય મજબુત કરવા માટે બિદડા હોસ્પિટલમાં અલાયદો વિભાગ છે, તેની માહિતી ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ આપી હતી. આ કાર્યક્રમમાં બિદડા ગ્રામ પંચાયત દ્વારા માં ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના હેઠળ ગામની વિધવા‌ બેનને સહાયની મંજુરીનો કાગળ ધારાસભ્ય, ટ્રસ્ટના ચેરમેન, સરપંચના હસ્તે અર્પણ કરાયું હતું. આ પ્રસંગે જખણીયા ગામના એક અપંગ બાળકને નવી વ્હીલ ચેર અપાઈ હતી તથા જરૂરતમંદોને ચશ્મા વિતરીત કરાઈ હતી. આ પ્રસંગે વિવિધ સામાજિક તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

માધાપર(29,17/9): જિલ્લા ભાજપના મંત્રી હિતેશભાઈ ખંડોર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પી.એચ.સી. સેન્ટર, માધાપર મધ્યે જી.કે.જનરલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી કરાયું હતું. જેનું દિપ પ્રાગટ્ય ભુજ ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યના હસ્તે કરાયું હતું. કોરોના વાયરસના સમયમાં વિશિષ્ટ સેવા બદલ ડો.પરમાર તથા ડો. સીજુનું વિશેષ સન્માન કરાયું હતું. આ કેમ્પમાં ભાજપના હોદેદારો, ગામના અગ્રણીઓ સહિત વિવિધ રાજકીય તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંજાર
અંજાર તાલુકાના સતાપર ખાતે આવેલા ગોવર્ધન પર્વતમાં 70 વૃક્ષોનું વાવેતર તેમજ નંદીશાળા ખાતે 70 જેટલા વૃક્ષોનું વાવેતર સંવેદના ગ્રુપ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે વડાપ્રધાનના દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરી હતી.

માધાપર
માધાપર સ્પોર્ટ્સ દ્વારા મોદી બાગનું લોકાર્પણ તા.18ના વીરાંગના સર્કલ પાસે કરાશે. રાજકોટ નાગરિક સહકારી બેંક ભુજ શાખા દ્વારા 70 લોકોને આત્મનિર્ભરની લોન તેમજ માધાપરના 70 સફાઈ કામદારોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો, જિ.પં. પ્રમુખ, ઉપપ્રમુખ, ભુજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, માધાપર સરપંચ વગેરે આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા ભાજપના મંત્રી હિતેશભાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...