તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:નારાયણ સરોવરમાં 1.82 કરોડના ખર્ચે પ્રવાસીઓ તથા યાત્રિકો માટેના કામો થશે

નારાયણ સરોવર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહાપ્રભુજી બેઠકના કામનું ખાતમુહૂર્ત , ધાર્મિક સ્થળોનો જિણોદ્ધાર કરાશે

કચ્છના પવિત્ર તીર્થધામ નારાયણ સરોવરમાં 1.82 કરોડના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરાશે, જેના ભાગરૂપે શનિવારે મહાપ્રભુજી બેઠકના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.તીર્થધામ નારાયણ સરોવર અને કોટેશ્વરમાં દર વર્ષે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. પ્રવાસન ક્ષેત્રે ખ્યાતિ પામેલા આ સ્થળને વિકસાવવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાઇ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહાપ્રભુજી બેઠકના વિકાસ માટે રૂ.1,82,31,693 ફાળવાયા છે. એક કરોડથી વધુની રકમમાં થનારા જીર્ણોધ્ધાર કાર્ય અન્વયે શનિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નારાયણ સરોવર જાગીર ગાદીપતિ અધ્યક્ષ સોનલ લાલજી મહારાજ, કોટેશ્વર જાગીરના મહંત દિનેશગિરિ બાપુ, અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વેરસલજી દાદા (પ્રમુખ તાલુકા ભાજપ), બી.એસ.એફ. કમાન્ડર ઇન્દ્રજીતસિંહ, ઉપસરપંચ સુરુભા જાડેજા, કનૈયાલાલ ઠક્કર, ભરતગિરિ, શાસ્ત્રી રોહન ત્રિવેદી, શાસ્ત્રી અજીત જોષી, મુખ્યાજી મુકેશ જોષી સહિત સામાજિક, રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો