હવામાન:નલિયા10.5 ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડીમાં મોખરે

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં પણ ફૂલ ગુલાબી ઠંડીની વર્તાતી અસર
  • કચ્છમાં ઠારની ધાર આગામી દિવસોમાં તેજ બને તેવી વકી

અબડા અડભંગની ભૂમિ નલિયા મંગળવારે લઘુત્તમ 10.5 ડિગ્રી સાથે રાજ્યમાં સાૈથી વધુ ઠરી હતી, તો વળી જિલ્લા મથક ભુજમાં પણ હવે ફૂલ ગુલાબી ઠંડી અનુભવાય છે.

મંગળવારે નલિયા 10.5 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન સાથે રાજ્યમાં સાૈથી ઠંડું રહ્યું હતું, જયારે કંડલા અેરપોર્ટમાં 14.2 ડિગ્રી, જિલ્લા મથક ભુજમાં 16 ડિગ્રી અને કંડલા પોર્ટમાં 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જિલ્લા મથક ભુજ સહિત સમગ્ર કચ્છમાં હવે શિયાળો પકડ મજબૂત કરી રહ્યો છે. અધુરામાં પૂરું હવામાન વિભાગના વર્તારા મુજબ રાજ્યમાં કચ્છ સિવાય દિવ-દમણ સહિતના અમુક જિલ્લામાં તા.17-11થી માવઠાની શક્યતા છે. માવઠાની ઘાત કચ્છ પરથી ટળી ગઇ છે પરંતુ માવઠાની અસર તળે કચ્છમાં પણ ઠારની ધાર તેજ બને તેવી શક્યતા સેવાઇ રહી છે.

રાજ્યના 5 ઠંડા મથકો

મથકતાપમાન
નલિયા10.5
ડિસા13.4
કં.અેરપોર્ટ14.2
ગાંધીનગર15
ભુજ16

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...