માર્ગ બિસ્માર હાલતમાં:નખત્રાણા લખપત ધોરીમાર્ગ સામાન્ય વરસાદમાં ધોવાઈ જતા વાહનચાલકો પરેશાન

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખરાબ રસ્તાના કારણે લોકોને નિયત સ્થળે પહોંચવા માટે ત્રણ ગણો સમય લાગી રહ્યો છે
  • આસો નવરાત્રી દરમિયાન માતાના મઢમાં આવતા લાખો શ્રદ્ધાળુઓને હાલાકી પડશે

પશ્ચિમ કચ્છનો અતિ મહત્વનો નખત્રાણા લખપત ધોરીમાર્ગ સામાન્ય વરસાદમાં જ ખખડધજ બની ગયો છે. તીર્થ સ્થળોએ જતા યાત્રાળુઓ અને માલ પરિવહન કરતા વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ રસ્તાના કારણે લોકોને નિયત સ્થળે પહોંચવા માટે ત્રણ ગણો સમય લાગી રહ્યો છે.

વાહનોમાં પણ હાની પહોંચી રહ્યાની ફરિયાદનખત્રાણા લખપત ધોરીમાર્ગ પરના પ્રસિદ્ધ તીર્થસ્થાન માતાનામઢ પહોંચવા માટે 45 કિલોમીટરનું અંતર કાપતા એક કલાકના બદલે ત્રણ કલાક જેટલો સમય લાગી રહ્યો છે. આ માર્ગના નવીનીકરણ માટે સરકારી ગ્રાન્ટ પણ પાસ થઈ ગઈ હતી, પરંતુ નખત્રાણાના સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં ના આવતા વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. પસાર થતા વાહનોના ટાયરમાં પંક્ચર પડી જવા, સ્પેરપાર્ટ તૂટી જવા કે તેમાં હાનિ પહોંચી રહ્યાની ફરિયાદો રોજિંદી બની ગયાનું લખનભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

સામાન્ય વરસાદમાં પણ માર્ગ બિસ્માર હાલતમાંનખત્રાણા વિસ્તારમાં આ વર્ષે છૂટો છવાયો વરસાદ પડ્યો છે. તેમજ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ લખપત તાલુકામાં પડ્યો છે, તેમ છતાં માર્ગની હાલત બિસ્માર બનતા લોકોના મનમાં તંત્રની કામગીરીને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. આગામી આસો નવરાત્રીને હવે માત્ર બે સપ્તાહ જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ તેવા સવાલો પણ લોકોના મનમાં ઉદ્દભવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...