તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નાગોરની પરિણિતાનું અપહરણ કરી અંગિયામાં દુષ્કર્મની અંતે ફોજદારી નોંધાઇ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાત્રે ગ્રામજનો માધાપર પોલીસ મથકે ધસી જતા વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધી દબોચી લેવાયો

ભુજ શહેર બી ડિવીઝન પોલીસ મથકથી અલગ થયેલા માધાપર પોલીસ સ્ટેશનમાં શનિવારે બળાત્કારનો પ્રથમ ગુનો દર્જ થયો હતો. નાગોર ગામની પરિણિતાનું અપહરણ કરી અંગિયા ગામે લઇ જઇ દુષ્કર્મ કરનારા યુવક સામે ગુનો નોંધવા ગ્રામજનો પોલીસ મથકે ધસી જતા યુવકને દબોચી લઇ બળાત્કારની કલમ તળે ગુનો દર્જ કરી કાર્યવાહી હાથ ધરવામાં અાવી હતી. નાગોર ગામ બી ડિવિઝન પોલીસની હદમાં અાવતો હતો પણ માધાપર પોલીસ મથક નવુ બનતા અા તમામ વિસ્તારનો માધાપર પોલીસમાં સમાવેશ કરી લેવાયો હતો.

નાગોર ગામે રહેતો ફારૂક જાકબ કુંભાર નામનો વિધર્મી શખ્સ ગામમાં રહેતી પરિણિતાનું ગુરુવારે અપહરણ કરી ગયો હતો. યુવક અપહરણ કરીને ભુજ તેમજ અંગિયા ગામે લઇ જઇ બળાત્કાર કરી ધમકી અાપી હતી. ગ્રામજનો માધાપર પોલીસ મથકે ધસી જતા યુવક સામે ફોજદારી નોંધવા માટે હલ્લાબોલ કરી હતી, પોલીસે તાત્કાલીક યુવક સામે બળાત્કારની કલમ તળે ગુનો નોંધી રાઉન્ડઅપ કરી લીધો હતો. માધાપર પોલીસમથકના વાય. અેન. લેઉવાઅે અાગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...