તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસના ચક્રો ગતિમાન:નગરપાલિકા મારા 30 હજાર ચોરી... ભીંતમાં લોહીથી લખી સફાઇ કર્મચારીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બી ડિવિઝન પોલીસે કોલ રેકર્ડના અાધારે તેના મિત્રોને શોધવા પ્રયાસ શરૂ કર્યા
  • RTO સર્કલ નજીક રહેતા શખ્સે અા પગલુ ભરતા પુત્ર-પુત્રીઅે છત્રછાયા ગુમાવી

શહેરના અાર.ટી.અો. સર્કલ નજીક રહેતા ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચના કર્મચારીઅે મંગળવારે રાત્રથી બુધવારની સવાર દરમિયાન પોતાના ઘરની દિવાલ પર “નગરપાલિકા મારા 30 હજાર ચોરી....’ પોતાના લોહીથી ભીંત ઉપર લખી ઘરની અાડી સાથે દોરડા વડે ગળેફાંસો ખાઇ લેતા મોતને ભેટયો હતો. બી ડિવિઝન પોલીસે કોલ ડિટેઇલના અાધારે તેના મિત્રોને શોધી પુછપરછ કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. 40 વર્ષીય પિતાઅે અાપઘાતનું પગલુ ભરતા પુત્ર અને પુત્રીઅે પિતાની છત્રછાયા ગુમાવી હતી.

અરેરાટી ફેલાવે અેવી ઘટનામાં સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, અાર.ટી.અો. સર્કલ પાસે રહેતા મુકેશ બંસીલાલ સોનવાલ નામના શખ્સે પોતાના ઘરે શરીરની નશ કાપી લોહીથી દીવાલ પર લખાણ લખ્યું હતું, જેમાં નગરપાલિકા મેરા 30,000 ચોરી... અેવી ભીંત પર સ્યુસાઇડ નોટ લખી પોતાના ઘરની અાડીમાં દરોડા વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. હતભાગીની પત્નીનું 2015ના વર્ષમાં મોત થયું હતું, જેથી તે પોતાના પુત્ર-પુત્રી સાથે રહેતો હતો. દરમિયાન શખ્સે ગળેફાંસો ખાઇ ફાની દુનિયાને અલવિદા કહી દેતા 17 વર્ષીય દિકરા અને 9 વર્ષીય પુત્રીઅે પિતાની છત્રછાયા ગુમાવી હતી.

બી ડિવિઝન પોલીસના વી. અેન. ઉલવાઅે કહ્યું હતું કે, હાલ અગમ્ય કારણોસર શખ્સે અાપઘાત કર્યો હોવાનું નોંધાયું છે, મૃતકની કોલ ડિટેઇલ્સ કાઢી તેના મિત્ર અને સંબંધીની પુછપરછ કરવામાં અાવશે, જેથી હતભાગીઅે પોતાના લોહીથી લખેલા વાક્ય રચના જોડી શકાશે. નગરપાલિકા મેરા 30હજાર ચોરી... અેમ લખ્યું છે અેટલે કાંતો નગરપાલિકામાં તેના પૈસા ચોરાયા હોઇ શકે, બાકી પગાર બાકી હોય તો ચોરીનો શબ્દ ઉલ્લેખ કોઇ ન કરે તે સ્વાભાવિક છે અેમ ઉમેર્યું હતું.

પી.અેફ.ની પહોંચ સુધરાઇ નથી અપાતી
ભુજ નગરપાલિકામાં રોજંદાર તરીકે નોકરી કરનારાનો પી.અેફ. કપાય છે. પરંતુ, પી.અેફ. ખાતા નંબર અપાયા નથી. દર મહિને કેટલા કપાય છે અને હજુ સુધી કેટલા કપાયા છે. અેની વિગતો પણ અપાતી નથી. જે બાબતે કર્મચારીઅો અવારનવાર રજુઅાતો પણ કરતા હોય છે. હજુ પણ કેટલાય કર્મચારીઅોને પી.અેફ. નંબર પણ મળ્યા નથી.

વર્ષોથી રોજંદાર છે
ભુજ નગરપાલિકામાં અેકાદ દાયકાથી પણ વધુ સમયથી રોજંદાર તરીકે નોકરી કરે છે. રોજંદારને દરરોજના 333 રૂપિયા લેખે પગાર અાપવાનો હોય છે. પરંતુ, જ્યારે નોકરીઅે ન અાવે અે દિવસનો પગાર કપાઈ જતો હોય છે. અેટલે હાથમાં 9 હજાર જેટલા અાવતા હોય છે, જેમાંથી પણ પી.અેફ. સહિતની રકમ કપાતા હાથમાં માત્ર 7800 રૂપિયા જ અાવતા હોય છે. અેટલી રકમમાં કર્મચારી કેમ જીવતો હોય અે તો કોઈપણ વ્યક્તિ સમજી શકે છે.

પી.અેફ.ની પહોંચ સુધરાઇ નથી અપાતી
ભુજ નગરપાલિકામાં રોજંદાર તરીકે નોકરી કરનારાનો પી.અેફ. કપાય છે. પરંતુ, પી.અેફ. ખાતા નંબર અપાયા નથી. દર મહિને કેટલા કપાય છે અને હજુ સુધી કેટલા કપાયા છે. અેની વિગતો પણ અપાતી નથી. જે બાબતે કર્મચારીઅો અવારનવાર રજુઅાતો પણ કરતા હોય છે. હજુ પણ કેટલાય કર્મચારીઅોને પી.અેફ. નંબર પણ મળ્યા નથી.

પાલિકાના રોજંદારોના પગાર ધોરણ સુધારવાની અાવશ્યકતા
ભુજ નગરપાલિકામાં રોજંદારને દર મહિને માત્ર 7800 રૂપિયા જ હાથમાં અાવતા હોય છે. ઠેકેદારો રાખે તો અેટલા રૂપિયા પણ હાથમાં અાવતા નથી. લાઈટ બ્રાન્ચમાં પણ ઠેકેદાર દ્વારા સમયસર અને પૂરતું વેતન ન ચૂકવાતું હોવાની અવારનવાર ફરિયાદો ઊઠે છે. અામ, માનવતાની દૃષ્ટિઅે પણ પગાર ધોરણ સુધારવાની અાવશ્યકતા છે.

સુધરાઇના કેટલાક કર્મચારી વ્યાજવટાના ધંધા કરે છે
ચર્ચાતી વિગતો મુજબ ભુજ નગરપાલિકામાં કેટલાક કર્મચારીઅો વ્યાજવટાના ધંધા કરે છે. જેઅો અાવા નબળી અાર્થિક સ્થિતિ ધરાવનારાને ઊંચા વ્યાજ રકમ અાપે છે. ત્યારબાદ પી.અેફ. સહિતની રકમ ઉપડાવવામાં મદદ કરીને વ્યાજ સહિતની રકમ હડપ કરી જાય છે. કદાચ કર્મચારીઅે અે દિશામાં ઈશારો કર્યો હોય અેવી પણ અટકળો વહેતી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...