આવેદનપત્ર:લોકડાઉન હળવું થતાં રજૂઆતોનો મારો શરૂ

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમ લોકોને વેરામાફી સહિતની રાહતો આપો: કોંગ્રેસ - Divya Bhaskar
આમ લોકોને વેરામાફી સહિતની રાહતો આપો: કોંગ્રેસ
  • એક જ દિવસમાં કાનુન લોકડાઉનને લગતા છ આવેદનપત્રો અપાયા

લોકશાહીમાં કોઇપણ મુદ્દે કે કોઇ સમસ્યા વિશે રજૂઆત કરવી એ દરેકનો અધિકાર છે પરંતુ બીજા જિલ્લાઓ કરતાં કચ્છમાં લેખિત આવેદનપત્રોનું પ્રમાણ સાૈથી વધુ છે. જિલ્લાના અનેક સંગઠનો, સંસ્થાઓ, આગેવાનો એવા છે જે કલેકટર, તાલુકા અધિકારીઓ કે પોલીસને આવેદન પાઠવીને પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ માની લેતા હોય છે. એ પછી એ રજૂઆત-માગણીનું શું થયું, કોઇ પરિણામ આવ્યું કે કેમ તેની પરવા ભાગ્યે જ થતી હોય છે. કચ્છમાં મંગળવારે લોકડાઉન તથા કાનુનને લગતી બાબતો વિશે 6 આવેદનપત્ર અપાયા હતા તેમાં નખત્રાણાના અપવાદને છોડતા 5 આવેદનો ભુજમાં જિલ્લા કલેકટરને સુપરત કરવા સાથે રજૂઆતો કરવામાં આવી હતી.

આમ લોકોને વેરામાફી સહિતની રાહતો આપો: કોંગ્રેસ
લાંબા સમયથી લોક ડાઉનને કારણે હવે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. ગરીબ, મધ્યમ અને ખેડૂત વર્ગ માટે રાહત આપવા કચ્છ કોંગ્રેસે કલેકટરને રજૂઆત કરી હતી. જે અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોને મિલ્કત વેરો માફ કરાય, ખાનગી શાળાઓમાં આગામી સત્રની ફી માફ કરવામાં આવે. કૃષિ ધિરાણ કરી ખેડૂતોને રોકડ રકમની જોગવાઈ કરાય. આપેલ ધિરાણની મુદ્દત વધારવામાં આવે. વગેરે મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા વતી હરેશ આહીર, ગની કુંભાર, એચ. એસ. આહીર, દીપક ડાંગર, અંજલિ ગોર વગેરે જિલ્લા સમાહર્તા પ્રવિણા ડી.કે. ને આવેદન આપ્યું હતું. આ જ બધા મુદ્દા સાથે ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં કોવિદ 19 ને કારણે લોકોને પડતી પારાવાર હાલાકી તરફ રાજ્ય સરકારે કોઈ નક્કર પગલાં લઈ મદદરૂપ થવું જોઈએ. નાના વેપારીઓ માટે વ્યાપારને લગતા વેરાઓ માફ કરવા રજૂઆત કરી હતી.

નખત્રાણા-લખપત કોંગ્રેસે પણ આજીવિકા અંગે ચિંતા દર્શાવી
ગરીબ અને મધ્યમ વર્ગના ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોને મિલ્કત વેરો માફ કરાય. કૃષિ ધિરાણ કરી ખેડૂતોને રોકડ રકમની જોગવાઈ કરાય. આપેલ ધિરાણની મુદ્દત વધારવામાં આવે. વગેરે મુદ્દે નખત્રાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકરોએ મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી. તો લખપત તાલુકા કોંગ્રેસ પણ તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે મામલતદારને આવેદન આપી જિલ્લા કક્ષાએથી આદેશ આવતા બધા મુદ્દાની વાત રજૂ કરી હતી. અને લાંબા લોક ડાઉન બાદ લોકોની સમસ્યા ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચાડવા તેમજ યોગ્ય વળતર અને ઉકેલ આવે તેવું કરવા જણાવ્યું હતું.

હિન્દુ યુવા સંગઠનના કાર્યકર સામે પાસાની કાર્યવાહીનો કરાયો વિરોધ
હિન્દુ યુવા સંગઠનના નખત્રાણા અધ્યક્ષ વિક્રમસિંહ સોઢા વિરુધ્ધ નીરોણા પોલીસે ફેસબુક પોસ્ટ અંગે ખોટી ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે પાસા હેઠળ કાર્યવાહી અયોગ્ય છે. ખોટી રજૂઆતો કરી આ હુકમ કરાવ્યો અને કોઈ ગુન્હાહિત કૃત્ય કર્યું નથી તેવું જણાવ્યું હતું. સોઢાના જવાબ ન લઈને અભિવ્યક્તિના અધિકારોનું ઉલ્લંઘનનો આક્ષેપ કર્યો હતો. હિન્દુ સમાજના લોકો સાથે છેતરપિંડી કરનારા અને ગૌહત્યાના અનેક બનાવ બન્યા છે, તે વિરુધ્ધ પણ કાર્યવાહી નથી થઈ તે અંગે વિચારવાની જરૂર છે. આ ઉપરાંત કોઈ રાષ્ટ્રવાદી હિન્દુ યુવાન અવાજ ઉઠાવે તો તેને ખોટી રીતે ફરિયાદો કરી અવાજ દબાવી દેવામાં આવે છે.તેવી રજૂઆત સંગઠનના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ કરી હતી.

સ્વરોજગારી માટે ડાન્સ ક્લાસ શરૂ કરવા મંજૂરી આપો
કોરોના મહામારીને લીધે 22મી માર્ચથી  લોકડાઉન જાહેર થતાં અને સમયાંતરે તેમાં થતા વધારાને કારણે નાના નાના ડાન્સ ક્લાસ બંધ થવાને લીધે સ્વરોજગારીનો પ્રશ્ન વિકટ થયેલ છે. તથા પરિવારનું ભરણ પોષણનો પ્રશ્ન ઉભો થયેલ છે. શાળાઓ બંધ હોવાને લીધે ડિપ્રેશનમાં આવી ગયેલ વિધાર્થીઓને ડાન્સ જેવી પ્રવૃતિઓ દ્રારા તેમાં પોઝિટિવિટી લાવી શકાય તેથી હવે જ્યારે સરકાર દ્વારા લોકડાઉન 4.0માં કેટલીક શરતોને આધિન છૂટછાટ આપેલ છે તે ધ્યાને લઈ શાસ્ત્રીય તેમજ અર્વાચીન નૃત્યની પ્રવર્તમાન માર્ગદર્શિકા મુજબ ચલાવવાની મંજૂરી આપવા કલેકટરને રજૂઆત કરી હતી. ડાન્સ ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે ભુજના જતીન યાદવ, ઉત્તરાબેન અંજારિયા, વૈશાલી જેઠી સહિતના કોરિયોગ્રાફર સરકારના હાલના માન્ય નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાની ખાતરી આપી હતી.

કિસાનોના ધિરાણ મુદ્દે કિસાન સંઘની રજૂઆત
કોરોના મહામારી ને કારણે આમ વેપારીઓ સાથે સાથે કિસાનો પણ પરિસ્થિતિના ભોગ બન્યા છે. પાક હોવા છતાં ટ્રાન્સપોર્ટના બંધ થવાથી માલ વેંચાઈ ન શક્યો. ઉપરાંત સરકાર દ્વારા ત્રણ લાખની સહાય મળી હતી જે પરત કરવાની તારીખ 31 મે ને બદલે એક મહિનો વધારવા માંગ મૂકી હતી. કપાસ, ઘઉં, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી તાત્કાલિક થાય અને સમયસર ચુકવણી થાય જેથી આર્થિક તંગી ઊભી ન થાય. અન્ય ખેત ઉત્પાદન પણ કે જે ઘણા સમયથી ટેકાના ભાવમાં સમાવિષ્ટ નથી તેને ધ્યાને લેવામાં આવે. મનરેગા યોજના હેઠળ થતા કામોમાં ખેતી લઈ લેવી, કે જે ખેત મજૂરો માટે આર્થિક સહાય મળી શકે. સિંચાઇના કામમાં પણ ખેડૂતો માટે યોગ્ય બને તેમ કરાવવા.

ખેડૂત નેતા પર અત્યાચાર મુદ્દે આહિર સમાજમાં રોષ
રાજકોટમાં ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા પર પોલીસ દ્વારા આચરવામાં આવેલા અત્યાચાર બાબતે આહીર સમાજ ઉકળી ઉઠ્યો હતો. પી.એમ. ફંડમાં કપાસ આપવા જતા પાલભાઈને પોલીસ દ્વારા અપહરણ કરી જઇ ઢોર માર માર્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...