તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિમોચન:રામાયણ-મહાભારતથી મારૂં સાહિત્ય પ્રભાવિત : કાનજી મહેશ્વરી

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસ્મૃતિ દ્વારા ડો. જયંત ખત્રી-બકુલેશ અને ડો. મનુભાઇ પાંધી એવોર્ડ અર્પણ : પુસ્તક વિમોચન સમારંભ યોજાયો

મૂર્ધન્ય સાહિત્યકાર જયંત ખત્રીની સ્મૃતિમાં કાર્યરત સંસ્થા સંસ્મૃતિ દ્વારા ગુજરાતી સાહિત્યમાં પ્રદાન બદલ ડૉ. જયંત ખત્રી અને બકુલેશ એવોર્ડ જાણિતા સાહિત્યકાર રતિલાલ બોરીસાગર જ્યારે કચ્છી સાહિત્યમાં વિશેષ પ્રદાન બદલ ડો. મનુભાઇ પાંધી અેવોર્ડ કચ્છના જાણીતા સાહિત્યકાર કાનજીભાઈ મહેશ્વરીને ભુજમાં વિજયરાજજી પુસ્તકાલય સંચાલિત ભૂપતસિંહજી હોલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રમીલાબહેન મહેતા લિખિત નવલિકા સંગ્રહનું પણ વિમોચન કરાયું હતું.

સંસ્થાના કીર્તિભાઈ ખત્રીએ 1968માં સ્થાપનાથી લઈને લગભગ 50 વર્ષની સંસ્થાની સાહિત્યિક પ્રવૃત્તિઓનો હેવાલ આપ્યા હતાં. કાનજીભાઈ મહેશ્વરીનો પરિચય સાહિત્યકાર ગૌતમ જોશીએ આપતાં તેમની કચ્છી ભાષામાં લેખનની વિશેષતાઓ દર્શાવીને તેઓ ઇતિહાસકાર તરીકે પણ ઓળખાયા છે એમ ઉમેર્યું હતું. જયારે જાણીતા સાહિત્યકાર રતિલાલ બોરીસાગરનો પરિચય આપતાં ડૉ. દર્શનાબહેન ધોળકિયાએ તેમનાં સર્જનમાંની હાસ્યશક્તિનો ઉદાહરણ સાથે પરિચય કરાવ્યો હતો. સંસ્થાના પ્રમુખ રમીલાબહેન મહેતાના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં અનુપસ્થિત રતિલાલ બોરીસાગર વતી હરેશ ધોળકિયાએ એવોર્ડ સ્વીકાર્યો હતો. રમીલાબહેન મહેતાના નવલિકા સંગ્રહ પ્રતિબિંબનું વિમોચન ડૉ. દર્શનાબહેન ધોળકિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

એવોર્ડ પ્રાપ્ત કરનાર કાનજીભાઈએ કચ્છી ભાષામાં પ્રતિભાવ આપતાં પોતાનાં સર્જનમાં નાનપણમાં સાંભળેલી રામાયણ અને મહાભારત જેવી અને અન્યની આખાણીનો પ્રભાવ દર્શાવી લુપ્ત થતી જતી એ પરંપરાને સાચવવા પર ભાર મુક્યો હતો. રતિલાલ બોરીસાગર વતી પ્રતિભાવસંદેશ આપતાં દર્શનાબહેને એમને અનુપસ્થિતિ માટે થયેલા અફસોસ સાથે આટલા મોટા ગજાના સાહિત્યકાર સાથે અનુસંધાન રચાયું એનો આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રતિબિંબ નવલિકા સંગ્રહનો પરિચય મા આશાપુરા બી એડ કોલેજના પ્રિન્સીપાલ પલ્લવી શાહે આપ્યો હતો. આ પ્રસંગે ડૉ. પ્રેમકુમાર કન્નર તથા કચ્છી સાહિત્ય મંડળ તરફથી પણ કાનજીભાઈનું ઉપરાંત લાલજી મેવાડાનું પણ વિશેષ યોગદાન બદલ અગ્રણી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત અને અંતે આભારવિધિ મંત્રી ઝવેરીલાલ સોનેજીએ, જયારે સંચાલન પૂજા કશ્યપે કર્યું હતું.આ પ્રસંગે ડૉ. જયંત ખત્રીના પરિવારજનો ઉપરાંત ડૉ. કાંતિ ગોર, મદનકુમાર અંજારિયા અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો