તપાસ:મુસ્લિમ એજ્યુ. ટ્રસ્ટના સેક્રેટરી પર ફોજદારી થતા જ કુટુંબ સમેત જામનગર નાસી ગયા

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ મિલકત અંગે બે-બે બક્ષી સખત બનાવતા ગુનો દર્જ કરાયો હતો

ભુજની મુસ્લિમ અેજ્યુકેશન વેલફેર સોસાયટીના જનરલ સેક્રેટરીઅે સંસ્થાની અાવકમાંથી ખરીદાયેલી જમીનના બે-બે બક્ષીસ ખત કરતા તેની સામે અેક બક્ષીસ ખત બોગસ અને પોતાના સ્વાર્થ માટે ઉભો કરાયો હોવા અંગે ફોજદારી નોંધાઇ હતી. શુક્રવારે અે ડિવિઝન પોલીસ મથકે ગુનો દર્જ થતા જ પોતાના પરીવાર સમેત જામનગર નાસી ગયા હોવાનું સ્થાનિક સુત્રોઅે જણાવ્યું હતું. સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભુજની મુસ્લિમ એજ્યુકેશન વેલફેસ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી અનવરહુસેન ઉસ્માન સુમરા (રહે. સુમરાડેલી, ભુજ)વાળા સામે અે ડિવિઝન પોલીસ મથકે શુક્રવારે ફોજદારી નોંધાઇ હતી.

વર્ષ 2010માં જે જમીન બક્ષિસ કરાઇ હતી તે જમીનનો જ બીજો બક્ષિસ ખત પોતાના અંગત સ્વાર્થ માટે કરાતા સભ્ય જુણસ અબ્દુલ્લા હિંગોરા (રહે. ભુજ)વાળાએ ગુનો દર્જ કરાવ્યો હતો. સંસ્થાની આવકમાંથી શૈક્ષણિક સંકુલ માટે જમીન ખરીદી કર્યા બાદ જનરલ સેક્રેટરી અનવર સુમરાની માતાના નામે કરવામાં આવી હતી જે જમીન તેમની માતાએ વર્ષ 2010માં સંસ્થાના જાફરભાઈ હિંગોરાને બક્ષિસ ખતથી સોંપવામાં આવી હતી. જાફરભાઈ હિંગોરા ના મૃત્યુ બાદ 2017 વાળો બોગસ બક્ષિસખત સંસ્થામાં રજૂ કરાયો હતો.

સ્થાનિક સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, શુક્રવારે સાંજે ગુનો દર્જ થયો હોવાની વાત સાંભળતાની સાથે જ પાડોશમાં રહેતા વિવાદાસ્પદ યુવાન શિક્ષકની કારથી જામનગર રવાના થયા હતા, બાદમાં બીજા દિવસે તે યુવાન શિક્ષક પરીવારને જામનગર મુકવા ગયો હતો. જનરલ સેક્રેટરી અનવર સુમરાનો જમાઇ જામનગરમાં રહેતો હોવાથી અાખો પરીવાર ઘરે તાળા મારી જામનગર ચાલ્યો ગયો હોવાનું સુત્રોઅે દાવો કર્યો હતો.

તપાસ ચાલુ છે, હજુ અારોપી પકડવાનો બાકી : તપાસનીશ
અે ડિવિઝન પોલીસ મથકના પી.અેસ.અાઇ. બટુકસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મુસ્લિમ અેજ્યુકેશન સ્કુલના જનરલ સેક્રેટરી અનવર સુમરાની ધરપકડ કરવાની હજુ બાકી છે, તપાસ ચાલુ છે. નોંધનીય છે કે, બોગસ બક્ષીસ ખતમાં સાક્ષીઅોની સહી થયેલી છે તેમના નિવેદન લેવાય તો દુધનુ દુધ અને પાણીનું પાણી થઇ જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...