તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કોઠારામાં સુથરીના છકડા ચાલક યુવાનની હત્યા

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગળે ટુપો આપી મોતને ઘાટ ઉતારાયો : કારણ અકળ
  • આરોપી પોલીસના હાથ વેંતમાં હોવાનું બહાર આવ્યું

અબડાસા તાસુકાના કોઠારા ગામે સુથરીના યુવાનની પાયત અને ગળે ટુંપો દઇ કરપીણ હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવતાં કોઠારા પોલીસમાં દોડધામ મચી જવા પામી છે આરોપી પોલીસના હાથવેંતમાં હોવાના અહેવાલ છે. હત્યાના બનાવથી ગામમાં ભારે સનસનાટી મમચી જવા પામી છે.

માહિતગાર સુત્રોના જણાવ્યા પ્રમાણે હત્યાનો બનાવ મંગળવારે સાંજે છ વાગ્યાથી સાડા આઠ વાગ્યા દરમિયાન કોઠારા ગામે શીતલા માતાજીના નાકા નજીક આવેલા સ્મશાનથી આગળ બન્યો હતો. સુથરી ગામે રહેતા અને છકડો રિક્ષા ચલાવતા જયેશ શીવજીભાઇ રાજગોર (ઉ.વ.40) નામના યુવકને કોઇ અજાણ્યા શખ્સે પાયત અને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવની જાણ થતાં કોઠારા પોલીસ મથકના ફોજદાર જેપી જાડેજા, ઉમેશ બારોટ, અલ્કેશ કરમટા, નીલેશ બગા સહિતનો સ્ટાફ ઘટના સ્થઇ પર દોડી ગયો હતો.

સ્થળનું પંચ નામા સહિતની કાર્યવાહી હાથ ધરીને આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. યુવકની કયા કારણોસર હત્યા કરાઇ તે હજુ જાણી શકાયું નથી તો, પોલીસ સુત્રોમાંથી આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. હત્યાના બનાવને લઇ કોઠારા સહિતના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...