સ્વચ્છતા અભિયાન:ભુજના વ્યાપારી સંકુલ પર પાલિકાની ડસ્ટબીન મૂકવાની કામગીરી શરૂ, 70 સિંગલ અને 50 ડબલ ડસ્ટબીન મૂકાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાન સભાના અધ્યક્ષાના હસ્તે ડસ્ટબીન મૂકવાનો શુભારંભ કરાયો
  • પાલિકાના પદાધિકારીઓ સાથે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા

જિલ્લા મથક ભુજ શહેર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ વ્યાપારી સંકુલ પર ડસ્ટબીન મુકવાની કામગીરીનો વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. શહેરના લારી ગલ્લા ધરાવતા વ્યાપારી વિસ્તારમાં 70 જેટલા સિંગલ અને 50 જેટલા ડબલ ડસ્ટબીન રાજ્ય સરકારની રૂ. 4 લાખની ગ્રાન્ટમાંથી મુકવામાં આવશે. જેની શરૂઆત આજે શનિવારે સુધારાઈ પ્રમુખ ઘનશ્યામ ઠક્કર અને ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.

ભુજ શહેર વધુ સ્વચ્છ અને સુંદર બની રહે તે હેતુસર સરકાર દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટમાંથી લારી ગલ્લા ધરાવતા વિસ્તારોમાં ડસ્ટબીન મુકવામાં આવશે. જેની શરૂઆત પ્રસંગે ઉપસ્થિત નીમાબેન આચાર્યે સૌને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. સાથે જાગૃત નાગરિકની ફરજરૂપે ડસ્ટબીનનો ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પદાધિકારીઓ સાથે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...