તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાડે આ​​​​​​​​​​​પવાની વિધિ:ચાર વર્ષથી બંધ નગરપાલિકાની દુકાનો આવકનું સાધન ન બની

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાડે આ​​​​પવાની વિધિ COને સોંપી પણ પ્રગતિ અહેવાલ નથી

ભુજ નગરપાલિકાની ગત વર્ષ 2015થી 2020 સમયગાળાની બોડીઅે સ્વભંડોળ ઊભું કરવાના હેતુથી 18 જેટલી દુકાનો બનાવી હતી. પરંતુ, ભાડે અાપવાની વિધિ મુખ્ય અધિકારીને સોંપ્યા બાદ કોઈ પણ પ્રગતિ અહેવાલ જ નથી, જેથી અાવકનું સાધન બની જ નથી શકી. ભુજ નગરપાલિકાઅે ટાઉનહોલના પછવાડે 5 દુકાનો અને ઈન્દિરાબાગ પાસે 5 દુકાનો ઉપરાંત રાજેન્દ્ર બાગ સામે 8 દુકાનો બનાવી છે, જેમાંથી રાજેન્દ્ર બાગ સામેની દુકાનો હમીરસર તળાવના બ્યુટીફિકેશન હેઠળ પ્રવાસીઅો માટે હેન્ડી ક્રાફ્ટના હેતુથી બની હતી.

અે સિવાય ટાઉન હોલ અને ઈન્દિરાબાગ પાસેની દુકાનો બેંકોની અે.ટી.અેમ. માટે ભાડે અાપવા નક્કી થયું હતું. જે માટે અમુક બેંકો તૈયાર પણ થઈ હતી. પરંતુ, તત્કાલિકન મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પાઅે કલેકટર કક્ષાઅેથી સમિતિ દ્વારા દુકાનો ભાડે અાપવાની વિધિ કરવાની જોગવાઈની વાત કરી હતી, જેથી વિધિ અાટોપવાની કામગીરી સત્તા મુખ્ય અધિકારીને સોંપાઈ હતી. પરંતુ, ત્યારબાદ ત્રણથી ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો અને ત્રણથી ચાર મુખ્ય અધિકારી પણ બદલી ગયા.

જિલ્લા મૂલ્યાંકન સમિતિમાં પ્રકરણ મોકલ્યું છે : કારોબારી ચેરમેન
કારોબારી ચેરમેન જગત વ્યાસને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, જુલાઈ માસની 1લી તારીખે કારોબારી મળી હતી, જેમાં કલેકટર કક્ષાઅે જિલ્લા મૂલ્યાંકન સમિતિમાં પ્રકરણ મોકલ્યું છે. તેમણે પૂરક પ્રશ્ન પૂછ્યો કે, અે પ્રકરણે અગાઉ તત્કાલિક મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પાને વિધિ અાટોપવાની સત્તા સોંપાઈ ગઈ હતી. તો તેમણે કહ્યું કે, મુખ્ય અધિકારી મનોજ સોલંકી સાથે જાણ્યા બાદ જણાવી શકું.

અન્ય સમાચારો પણ છે...