તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પાલિકાનો કર્મી નગરસેવિકાના પતિને મારવા દોડતા ચકચાર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ લાઈટ બ્રાન્ચના વડા સાથે બોલાચાલી થઈ હતી

ભુજ નગરપાલિકામાં સોમવારે રોડ લાઈટ બ્રાન્ચના વડા અને નગરસેવિકાના પતિ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં રોડ લાઈટ બ્રાન્ચના વડા નગરસેવિકાના પતિને મારવા દોડી ગયા હતા, જેથી તંગદિલી ફેલાઈ હતી. પરંતુ, ઘટનાને પગલે નગરસેવકો અને કર્મચારીઅોમાં દોડધામ મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રોડ લાઈટની ફરિયાદ મુદ્દે રોડ લાઈટ બ્રાન્ચના વડા જોડે નગરસેવિકાના પતિઅે મોબાઈલ દ્વારા રજુઅાત કરી હતી, જેમાં બંને વચ્ચે સંવાદને બદલે વિવાદ થઈ ગયો હતો. જે બાદ નગરસેવિકાના પતિ કારોબારી ચેરમેન જગત વ્યાસની ચેમ્બરમાં બેઠા હતા અને રોડ લાઈટ બ્રાન્ચના વડાના વાણી વર્તનથી નારાજ થઈ ફરિયાદ કરતા હતા. જે દરમિયાન બ્રાન્ચ હેડ કારોબારી ચેરમેનની ચેમ્બરમાં ધસી અાવ્યા હતા અને નગરસેવિકાના પતિને મારવા દોડ્યા હતા.

પરિસ્થિતિની ગંભીરતા સમજી જઈ કારોબારી ચેરમેન બ્રાન્ચ હેડ પાસે ધસી ગયા હતા અને ચેમ્બરથી બહાર દોરી ગયા હતા. બનાવના પગલે નગરસેવકોમાં નારાજગી ફેલાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બ્રાન્ચ હેડની તરફદારીમાં માજી નગરપતિના સમર્થકો ધસી અાવ્યા હતા. નહીંતર અેજ ઘડીઅે કર્મચારીના ગેરવર્તન બદલ નોટિસ સહિતના પગલા લેવાની તૈયારીઅો શરૂ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...