ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચના 40થી 50 કર્મચારીઅો 18મી અોગસ્ટ બુધવારથી કલેકટર કચેરી સામે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાના છે. જેની કલેકટર, સુધરાઈના મુખ્ય અધિકારી અને નગરપતિને લેખિતમાં પગાર મુદ્દે ફરિયાદ સાથે જાણ કરી હતી.
13મી અોગસ્ટે કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચમાં છેલ્લા 20 વર્ષથી ફિક્સ વેતને નોકરી કરીઅે છીઅે. અામ છતાં હજુ સુધી વેતન વધારો કરાયો નથી. બીજી તરફ સેનિટેશન બ્રાન્ચમાં નવા કર્મચારીઅોને નોકરીઅે રાખ્યા છે. જેમને 16230 રૂપિયા વેતન ચૂકવાય છે. માત્ર ડ્રેનેજ બ્રાન્ચના કર્મચારીઅો જોડે જ ભેદભાવ અને અન્યાયપૂર્ણ વ્યવહાર કરાયો છે.
પડ્યા ઉપર પાટુની જેમ હવે ડ્રેનેજ કામગીરી ઠેકેદાર પદ્ધતિ મુજબ કરવામાં અાવશે. પરંતુ, તમામ ડ્રેનેજ સફાઈ કામદારો ઠેકેદારના તાબા હેઠળ કામ કરવાના નથી. કેમ કે, ઠેકેદારના તાબામાં માૈખિક કરારથી કામ ઉપર રાખવાની વાત કરાઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.