તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પાલિકાનું અંદાજપત્ર ગત વર્ષનું કોપી પેસ્ટ, નવા બજેટમાં વિશેષ કોઈ જોગવાઈ નહીં

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પુરાંત 64.75 લાખ દર્શાવી પણ ટેક્સ બ્રાન્ચ ઉઘરાણા બતાવે છે છતાં ઉઘડતી સિલક ન દર્શાવી
 • ગયા વર્ષના ખર્ચ અને આવકના ઉતારા બતાવી દેવાયા

ભુજ ટાઉન હોલમાં ગુરુવારે ભુજ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં હિસાબી વર્ષ પૂરું થતું હોઈ અાવતા વર્ષના અંદાજિત અાવક ખર્ચ દર્શાવતું અંદાજપત્ર રજુ કરાયું હતું, જેમાં 64 લાખ 75 હજાર 925 રૂપિયાની પુરાંત બતાવાઈ છે. પરંતુ, ટેક્સ બ્રાન્ચ 31 માર્ચ સુધી ઉઘરાણા કરતી હોવા છતાં ઉઘડતી સિલકત બતાવાઈ ન હતી. વળી પૂરા થતા 2020/21ના હિસાબી વર્ષમાં થયેલા ખર્ચ અને અાવકના કોપી પેસ્ટ કરી અાવતા 2021/22ના હિસાબી વર્ષના અંદાજપત્રમાં દર્શાવી દેવાયા છે, જેથી અંદાજપત્ર બિલકુલ નિરસ રહ્યું છે.

અેપ્રિલ 2021થી માર્ચ 2022 અંદાજપત્ર તારીખમાં જમા બાજુ સામાન્ય અાવક 28 કરોડ 36 લાખ, સામાન્ય ગ્રાન્ટ અાવક 9 અબજ 39 કરોડ 30 લાખ 925, યોજનાકીય સામાન્ય અાવક 85 કરોડ 33 લાખ 3 હજાર 780, શિક્ષણ ઉપકર 1 કરોડ 25 લાખ રૂપિયા મળી કુલ અાવક 1 અબજ 24 કરોડ 33 લાખ 34 હજાર 705 બતાવાઈ છે. સામે ઉધાર બાજુ સામાન્ય ખર્ચ 34 કરોડ 95 લાખ 55 હજાર, કેપીટલ ખર્ચ મ્યુ.ફંડમાંથી 2 કરોડ 15 લાખ, યોજનાકીય ગ્રાન્ટ ખર્ચ 85 કરોડ 33 લાખ 3 હજાર 780, શિક્ષણ ઉપકર 1 કરોડ 25 લાખ મળી કુલ ખર્ચ 1 અબજ 23 કરોડ 68 લાખ 58 હજાર 780 રૂપિયા બતાવાયો છે.

જેથી ખર્ચ કરતા અાવક વધુ હોઈ 64 લાખ 75 હજાર 925 રૂપિયા બંધ સિલક બતાવાઈ છે. કારોબારી ચેરમેન જગત વ્યાસે અંદાજપત્રનું વાચન કર્યું હતું. જેની બહાલી માટે મનુભા જાડેજાઅે દરખાસ્ત કરી હતી. રાજેશ ગોરે ટેકો અાપ્યો હતો અને સર્વાનુમતે બહાલી મળી ગઈ હતી. સામાન્ય સભાના પ્રમુખ સ્થાને નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર રહ્યા હતા. સચિવ સ્થાને મુખ્ય અધિકારી નીતિન બોડાત અને તેમની સાથે મંચસ્થ ઉપપ્રમુખ રેશ્મા ઝવેરી રહ્યા હતા. સામાન્ય સભાનું સંચાલન હેડ ક્લાર્ક જયંત લિંબાચિયાઅે કર્યું હતું.

સંભવિત વિપક્ષીનેતા અભ્યાસ વિના ચર્ચા કરતા ભોંઠા પડ્યા
ભુજ નગરપાલિકામાં કોંગ્રેસની 5 નગરસેવિકા અને 3 નગરસેવકો મળીને વિપક્ષની કુલ 8ની સભ્ય સંખ્યા છે, જેમાંથી સંભવિત વિપક્ષીનેતા કાસમ સમાઅે અંદાજપત્રમાં નાળા સફાઈના ખર્ચની જોગવાઈ કરવા સૂચવ્યું હતું, જેથી પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, અંદાજપત્રમાં જોગવાઈ છે. જેના જવાબમાં વિપક્ષીનેતાઅે કહ્યું હતું કે, અંત સમયે પુસ્તિકા મળી છે અેટલે અભ્યાસ કરી નથી શક્યો. વાસ્તવમાં દર વર્ષે પ્રિમોન્સૂનની કામગીરી માટે નાળા સફાઈ ખર્ચની જોગવાઈ રખાય જ છે.

સામાન્ય ‘અાવક’માં ઉઘડતી ‘સિલક’ કેમ હોય
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કારોબારી ચેરમેન જગત વ્યાસે અેકાઉન્ટ હેડ વૈશાલીબા જાડેજાને પૂછ્યું હતું કે, ઉઘડતી સિલક નથી. તો અેકાઉન્ટ હેડ કહ્યું હતું કે, અે સામાન્ય અાવકમાં અાવી જાય છે. જો અેમણે અેવો જવાબ અાપ્યો હોય તો સવાલ અે થાય છે કે, સામાન્ય ‘અાવક’માં ઉઘડતી સિલક કેમ હોય. હા, અે ગત હિસાબી વર્ષની અાવક હોઈ શકે. ખેર, અજબ સવાલોના ગજબ જવાબ છે.
વિપક્ષ હંમેશની જેમ બજેટ પર ચર્ચા કરવામાં ઉણો ઉતર્યો
ભુજ નગરપાલિકાના દર વર્ષ બહાર પડતા અંદાજ પત્રમાં કોઈ વિશેષ જોગવાઈ હોતી જ નથી. ફકત ગત હિસાબી વર્ષના ઉતારા જ દર્શાવી દેવાય છે. અામ છતાં દર વર્ષ વિપક્ષ વાંધો લેવામાં નબળો પડે છે. અા વખતે તો ઉઘડતી સિલક બાબતે પણ સવાલ ન કર્યો કે, 31 માર્ચ સુધી ભુજ નગરપાલિકા ટેક્સના ઉઘરાણા કરે છે. છતા 1લી અેપ્રિલે ઉઘડતી સિલક કેમ દર્શાવાઈ નથી.

ગણવેશમાં કોઈ કર્મચારી નહીં, છતાં ગત હિસાબી વર્ષમાં સ્ટાફ ગણવેશ ખર્ચ 1 લાખ
ભુજ નગરપાલિકામાં ક્યારેય કોઈપણ કર્મચારીને ગણવેશમાં કોઈઅે પણ જોયો નથી. અામ છતાં ગત હિસાબી વર્ષમાં સ્ટાફ ગણવેશ ખર્ચ પાછળ 1 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા છે. અેટલું જ નહીં પણ અાવતા વર્ષ વધુ 1 લાખ ખર્ચાશે અેનો અંદાજ પણ બતાવાયો છે.

પ્રસંગોપાત ખર્ચ 25 લાખ રૂપિયા !
ભુજ નગરપાલિકાના પદાધિકારીઅો ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેવા કાર્યક્રમો રાખતા હોય છે. જેની હિસાબી વર્ષ 2020/21માં પાછળ 25 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે અને હજુ અાવતા વર્ષે 15 લાખ રૂપિયા
ખર્ચનો અંદાજ પણ બાંધ્યો છે!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો