તંત્રનો વધુ એક ગફલો:મુન્દ્રામાં પ્રથમ ડોઝ કરતા બીજા ડોઝની સંખ્યા વધુ બતાવી, પ્રથમ ડોઝ મુકાવનારાની સામે 2656 વધુ લોકોએ બીજો ડોઝ મૂકાવી લીધો!

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છ જિલ્લામાં કોરોના વેકસીનેશન કામગીરીનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે તંત્ર ઊંધામાથે છે અને જે લોકોએ પ્રથમ ડોઝ મુકાવ્યા બાદ મુદત પૂરી થઈ ગયા પછી પણ બે થી ત્રણ મહિના સુધી રસીનો ડોઝ મુકાવ્યો નથી તેવા લોકોને તો રસી મુકાવી લીધાના મેસેજ ધડાધડ ઇશ્યુ થઈ ગયા છે. મુન્દ્રામાં પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે ત્યારે હવે તો તંત્રનો ગફલો કહો કે બીજું કઈ પણ પ્રથમ ડોઝ મુકાવનારા લોકોની સંખ્યા કરતા બીજા ડોઝ મુકાવનારા લોકોની સંખ્યા વધુ ગઈ છે.ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આડેધડ મેસેજ મોકલવાની નીતિમાં આ ગોટાળો થયો હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જિલ્લા પંચાયતની અખબારી યાદીમાં જણાવાયું છે કે,મુન્દ્રામાં અત્યારસુધી 1,31,842 લોકોને ફર્સ્ટ ડોઝ અપાયો છે.જેની સામે 1,34,498 લોકોને બીજા ડોઝની રસી અપાઈ છે. જેથી એવું સામે આવ્યું છે કે,મુન્દ્રામાં પ્રથમ ડોઝ મુકાવનારા પૈકી વધુ 2656 લોકોએ બીજો ડોઝ મુકાવી લીધો છે. સામાન્ય રીતે દરેક તાલુકામાં પ્રથમ ડોઝની તુલનાએ બીજા ડોઝની કામગીરી 80 ટકા જેટલી છે પણ અહિ તો રસીકરણ વધી ગયું છે.સરકારી પ્રેસયાદી જોયા બાદ અમુક જાગૃત લોકોએ સવાલો પણ ઉઠાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...