છેડતી:મુંબઇવાસીએ મંદિરની આરતી વખતે પરિણીતાની કરી છેડતી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડવીના બાંભડાઇ ગામનો બનેલો બનાવ
  • આરોપીને પકડે તે પહેલા નાસી જતાં પોલીસ મથકે ગુનો નોંધાવ્યો

માંડવી તાલુકાના બાંભડાઇ ગામે હનુંમાન જયંતીના દિવસે ગામના મંદિરમાં આરતી ચાલી રહી હતી ત્યારે પરિણીત મહિલાના ગભાના ભાગેથી હાથ વળે મુંબઇવાસીએ શારિરીક છેડછાડ શરૂ કરતાં રાડા રાડ કરી મુકી હતી. લોકો ભેગા થઇ જતાં આરોપીઓ નાસી ગયો હતો. બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી. મહિલાએ ઘટના અંગે ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધવાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ 26 વર્ષીય ભોગબનાર મહિલાની ફરિયાદને ટાંકીને ગઢશીશા પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, બનાવ શનિવારે બપોરના દોઢ વાગ્યાના અરસામાં બન્યો હતો. ગામના મંદિરમાં આરતીનો કાર્યક્રમ ચાલુ હતો. તે દરમિયાન ભોગબનાર મહિલાની પાછળ મુંબઇના નાલાસોપારા ખાતે રહેતો આરોપી મુકેશસિંગ વિનોદસિંગ ઉભો હતો.

તેણે મહિલાના ખભા પરથી હાથ પસાર કરી શારિરીક છેડતી કરવાતાં મહિલા રાડો પાડતાં મંદિરમાં રહેલા લોકો દોડી આવ્યા હતા. આરોપી ભાગી છુટ્યો હતો. આ અંગે મહિલાએ ગઢશીશા પોલીસ મથકમાં મુકેશસિંગ વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...