લોન કૌભાંડ:કચ્છની 19 વાહનના 2 કરોડના લોન કૌભાંડ માટે મુંબઇ CBI આજે ભુજમાં ધામા નાખશે

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આંધ્ર બેંકમાંથી ટ્રાન્સપોર્ટ પેઢીએ લોન લીધી જેમાં બોગસ કાગળો હોતા મુંબઇ કોર્ટમાં કેસ કરાયો હતો
  • સિદ્ધિવિનાયક લોજીસ્ટીકે માત્ર કાગળ પર બોલતા કચ્છના વાહનોના કાગળો રજૂ કરી લોન મેળવી

આંધ્ર બેંક પાસેથી બે હજાર કરોડ જેટલી લોન લેવાઇ હોવાના કૌભાંડમાં મુંબઇ સીબીઆઇને તપાસ સોંપાઇ છે, 2011ના વર્ષના કચ્છના 19 વાહનો હોવાથી મુંબઇ સીબીઆઇની ટીમ આજે ભુજ આર.ટી.ઓ.માં ધામા નાખશે. સિદ્વિવિનાયક લોજીસ્ટીકે માત્ર કાગળ પર બોલતા કચ્છના રજીસ્ટ્રેશન થયેલા વાહનના કાગળો રજૂ કરી બે કરોડ જેટલી લોન લીધી હોવાથી તપાસનો દોર શરૂ થયો છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, સિદ્ધિવિનાયક લોજીસ્ટીક નામની પેઢી પાસે બે હજાર જેટલા મોટા ટ્રાન્સપોર્ટ વાહનો છે. પેઢીએ અનેક વાહન પર આંધ્ર બેંકમાંથી લોન લીધી છે.

ત્રાહિત વ્યક્તિના નામ પર બોલતા વાહનના કાગળો રજૂ કરીને બેંકમાંથી લોન લેવાઇ હોવાથી આંધ્ર બેંકે મુંબઇ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જોતજોતામાં જ બે હજાર કરોડ જેટલુ લોન કૌભાંડ સામે આવ્યું હતું. કચ્છ રજીસ્ટ્રેશન ઓથોરીટના 19 વાહનોના કાગળો આંધ્ર બેંકમાં રજૂ કરી 10-10 લાખની લોન લેવાઇ હતી. આમ માત્ર કાગળો પર બોલતા વાહનોની આર.સી.બુક બેંકમાં રજૂ કરી બે કરોડ જેટલી લોન મેળવી લેવાતા સી.બી.આઇ.ની ટીમ તપાસ માટે આજે ભુજની આર.ટી.ઓ.માં ધામા નાખશે. નોંધનીય છે કે, અગાઉ અનેક લોન કૌભાંડ તેમજ ટેક્સ કૌભાંડ સામે આવ્યા છે ત્યારે આ નવુ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

ગાંધીધામની પેઢીથી વાહનો રજીસ્ટ્રેશન થયા બાદ આંધ્ર બેંકમાંથી લોન લેવાઇ
જીજે 12 એયુ 5017 નંબરનું વાહન 4-5-2011ના શ્રીજી ઓવરસીસ ઇન્ડિયા પ્રા.લી. પેઢીથી રજીસ્ટ્રેશન થયા બાદ એ જ દિવસે એલ એન્ડ ટી નામની ગાંધીધામથી લોન લેવાઇ હતી. તો જીજે 12 એયુ 5569 નંબરનું વાહન 13-6-2011ના શ્રીજી ઓવરસીસ ઇન્ડિયા પ્રા.લી. ગાંધીધામથી નોંધાયા બાદ એ જ દિવ્સે એલ એન્ડ ટી ગાંધીધામની લોન ચઢાવાઇ છે. તો જીજે 12 એટી 9648 નામના વાહનનું કોઇ રેકર્ડ જ ઉપલબ્ધ નથી. તો જીજે 12 એયુ 5025 નામનું વાહન શ્રીજી ઓવરસીસ ઇન્ડિયા પ્રા.લી. પેઢીથી રજીસ્ટ્રેશન થયા બાદ એ જ દિવસે એલ એન્ડ ટી નામની ગાંધીધામથી લોન લેવાઇ હતી.

બાદમાં 2014માં નામ ટ્રાન્સફર જેમ્સ હરીલાલ ઠક્કરના નામે થઇ હતી, બાદમાં 2018માં પાલ હરીન્દ્રપાલ શ્રીરામપાલના નામે ટ્રાન્સફર થઇ હતી. તો 2019માં રાહુલ રણજીત ચાૈધરીના નામે અને 2020માં બ્રીજેશ સુરેશ સોલંકી-ગાંધીધામના નામે ટ્રાન્સફર થઇ છે. જીજે 12 એયુ 5023 શ્રીજી ઓવરસીસ ઇન્ડિયા પ્રા.લી. પેઢીથી રજીસ્ટ્રેશન થયા બાદ એ જ દિવસે એલ એન્ડ ટી નામની ગાંધીધામથી લોન લેવાઇ હતી. 2013માં વાલજી નારણ મરંડ-અંતરજાળના નામે ટ્રાન્સફર થયા બાદ 2013માં જ રમાકાંત જગનાથ ધીવેડીના નામે અને 2017માં રતનશીંગના નામે અને 2019માં અન્ય એકના નામે ટ્રાન્સફર થઇ હતી.

વાહનના સાધનીક કાગળો અસલ હોવાનું RTOની તપાસમાં તારણ
આંતરીક સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, મુંબઇ સી.બી.આઇ.ની ટીમ આર.ટી.ઓ.માં તપાસ માટે આવી રહી છે. આંધ્ર બેંકમાં રજૂ કરાયેલા કચ્છના 19 વાહનોના કાગળો પ્રથમ દૃષ્ટીએ જોતા અસલ હોવાનું તારણ લગાવાયું છે. આમ, વાહન નંબર પરથી રજીસ્ટ્રેશનની કામગીરી કોણે કરી છે અને તે સમયગાળામાં કયા અધિકારી-કર્મચારી હાજર હતા તેના પરથી એજન્ટ અને અરજદારનું નામ બહાર આવી જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...