લોન કૌભાંડ:મુંબઇ CBIની ટીમ 3 દિવસ RTOમાં 19 વાહનોની કુંડળીની તપાસમાં જોતરાઇ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજુ બે દિવસ ભુજમાં જ રહી વાહનો કેવી રીતે કોના નામે થયા તે અંગે કાગળો અેકત્ર કરશે
  • 18 પૈકી અમુક વાહનો ગાંધીધામના શખ્સોઅે બેંકના વંડામાંથી જ ખરીદ્યા હોવાનું ચર્ચાયું

શ્રીજી અોવરસીસ ઇન્ડિયા પ્રા.લી. નામના 2011ના વર્ષમાં રજીસ્ટર્ડ થયેલા વાહનો અંગે મુંબઇ સીબીઅાઇની ટીમ ત્રણ દિવસ માટે અાર.ટી.અો.માં તપાસ માટે પહોંચી અાવી છે. અાંધ્ર બેંક પાસેથી બે હજાર કરોડ જેટલી લોન લેવાઇ હોવાના કાૈભાંડમાં મુંબઇ સીબીઅાઇને તપાસ સોંપાઇ છે, 2011ના વર્ષના કચ્છના 19 વાહનો હોવાથી મુંબઇ સીબીઅાઇની ટીમ બુધવાર સવારથી વાહનો કેવી રીતે કોના નામે થયા બાદ કેટલી કામગીરી કરાઇ અને કોણે કરાવી તે અંગે તપાસનો ધમધમાટ અાદર્યો છે.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, સિદ્ધિવિનાયક લોજીસ્ટીક અને શ્રીજી અોવરસીસ ઇન્ડિયા પ્રા.લી. નામની પેઢી પાસે બે હજાર જેટલા મોટા ટ્રાન્સપોર્ટ વાહનો છે. ત્રાહિત વ્યક્તિના નામ પર બોલતા વાહનના કાગળો રજૂ કરીને બેંકમાંથી લોન લેવાઇ હોવાથી અાંધ્ર બેંકે મુંબઇ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જોતજોતામાં જ બે હજાર કરોડ જેટલુ લોન કાૈભાંડ સામે અાવ્યું હતું. કચ્છ રજીસ્ટ્રેશન અોથોરીટના 19 વાહનોના કાગળો અાંધ્ર બેંકમાં રજૂ કરી 10-10 લાખની લોન લેવાઇ હતી. અામ માત્ર કાગળો પર બોલતા વાહનોની અાર.સી.બુક બેંકમાં રજૂ કરી બે કરોડ જેટલી લોન મેળવી લેવાતા સી.બી.અાઇ.ની ટીમ તપાસ માટે બુધવારથી ભુજની અાર.ટી.અો.માં ધામા નાખ્યા હતા. રાત્રે નવેક વાગ્યા સુધી ભુજની અાર.ટી.અો.માં જ સીબીઅાઇ ટીમના સભ્યોઅે કાગળોની તપાસણી હાથ ધરી હતી. અાંતરીક સુત્રોઅે જણાવ્યું હતું કે, હજુ બે દિવસ ભુજમાં જ રહી અા 19 વાહનોની જન્મકુંડળીની તપાસ કરી પરત મુંબઇ રવાના થશે.

અમે તો અેલ.અેન્ડ.ટી. કંપનીની હરાજીમાં વાહન ખરીદ્યું : ખરીદદાર
જીજે 12 અેયુ 5025 નંબરનું વાહન જેમ્સ હરીલાલ ઠક્કર (રહે. ગાંધીધામ) વાળાઅે જણાવ્યું હતું કે, દરેક બેંક વાહન ખેંચ્યા બાદ હરરાજી કરે છે, અેલ અેન્ટી કંપનીઅે હરરાજી કરતા તેમણે વાહન ખરીદ્યુ હતું. વાહન 36 નંબરના ફોર્મથી અેલ.અેન.ટી. કંપનીના નામે રજીસ્ટ્રેશન થયા બાદ તેમના નામે ચડયુ હતું, બાદમાં તેમણે અન્ય બેંકની લોન લીધી હતી અને ત્રણ વર્ષ સુધી ગાડી તેમના પાસે રહ્યા બાદ અન્યને વેંચી હતી.

અા વાહનોની લોન કાૈભાંડમાં સંડોવણીની શંકા
જીજે 12 અેયુ 5017, જીજે 12 અેયુ 5569, જીજે 12 અેટી 9648, જીજે 12 અેયુ 5025, જીજે 12 અેયુ 5023, જીજે 12 અેયુ 5021, જીજે 12 અેયુ 5022, જીજે 12 અેયુ 5010, જીજે 12 અેયુ 5024, જીજે 12 ઝેડ 9618, જીજે 12 ઝેડ 9619, જીજે 12 ઝેડ 9620

અન્ય સમાચારો પણ છે...