તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Mumbai ATSA Bhuj Bookies Speed Up In Kutch Speculation Market; With The IPL Speculation Starting In April, The Bookies' Lives Were Shattered

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મુંબઈ ATSએ ભુજના બુકીને ઝડપતા કચ્છની સટ્ટા બજારમાં સોપો; એપ્રિલમાં શરૂ થતી IPLના સટ્ટા ખોરંભે, બુકીઓના જીવ પડીકે બંધાયા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

એન્ટિલિયા કેસમાં મુંબઈથી પકડાયેલા મૂળ ભુજના બુકી નરેશ ગોરને આમ તો સીમ કાર્ડ મેનેજ કરવા બાબતે જ તપાસ માટે એટીએસ ટીમે પકડ્યો છે. પરંતુ ક્રિકેટ સટ્ટાના કચ્છી જૈન પાસે નોકરી કરતો હોવાથી તે પણ ગત સપ્તાહથી ગાયબ છે, તો તેની નીચે કટીંગ કરતા બુકીઓ આવતા મહિને 9 તારીખથી શરૂ થતી આઇપીએલમાં સટ્ટો રમાડવો કે નહિ તેની અસમંજસમાં છે. સ્થાનિકે સેક્શન આપીને સટ્ટા રમાડતા જૂના બુકીઓ બધું ગોઠવીને શરૂ કરી શકે, પણ જો મહારાષ્ટ્ર પોલીસ વધુ તપાસ માટે ઊંડી ઉતરે તો મુસીબત થાય તેવું જાણકારો કહે છે.

ગત વર્ષે આઇપીએલ દુબઈમાં રમાઈ ત્યારે મુખ્ય ત્રણ બુકીઓ તેના ત્રણ-ત્રણના સ્ટાફ સાથે દુબઈ રોકાયા હતા અને ત્યાંથી સટ્ટો રમાડ્યો હતો. ભુજમાં સ્થાનિક પોલીસ નાના નાના પંટરોને પકડીને કેસ દાખલ કરી આશ્વાસન લીધું હતું. અમુક તો મોબાઈલમાં માત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આનંદ ખાતર મેચ રમતા હતા તેને પણ રંજાડવામાં આવ્યા હતા. હવે જ્યારે આઇપીએલને માત્ર પંદર દિવસ બાકી છે, ત્યારે ફરીથી બધું સેટિંગ થાય તે માટે જૂના જોગીઓ મેદાને ઉતરે તેવી શક્યતા છે. કચ્છમાં કરોડોનો ક્રિકેટ સટ્ટો રમાય છે, ત્યારે આવા મોટા બેનામી ધંધાને બંધ તો નહિ જ થવા દેવાય એ પણ હકીકત છે. ગત વર્ષે કૉરોનાને કારણે આઇપીએલ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. જે તે સમયે પશ્ચિમ કચ્છ પોલીસ વડા કડક બનતા પગલા લેવાયા હતા.

એક આઇડી પર એક લાખથી એક કરોડની ક્રેડિટ
કાયદેસરની એપ્લિકેશન પર ગેરકાયદેસર સટ્ટો રમાડતા મોટા બુકીઓ કે જેઓ અમદાવાદ, સુરત અને મુંબઈથી કારોબાર ચલાવે છે, તેઓ નીચે પેટા બુકીઓ, પંટરોને આઇડી આપે છે, જેના પર જુગાર રમાડવા એક લાખથી કરીને એક કરોડ સુધીની ક્રેડિટ આપે છે. મળતી માહિતી મુજબ મૂળ વાગડના અને હાલે મુંબઈ અને દેવલાલીથી મેચ ફિક્સિંગ સુધીની કાર્યવાહી કરે છે, એવા બુકી કે જે નરેશ ગોરના ગોડફાધર કહેવાય છે તેમની પાસે આવી પાંચ હજાર આઇડી નીચે આપેલી છે. જે હિસાબે અબજો રૂપિયાનો કાળો કારોબાર ચલાવે છે તેમ કહી શકાય.

રાજ્યમાં ભુજ ક્રિકેટ સટ્ટામાં ત્રીજા નંબરે
ગુજરાતીઓમાં એક વર્ગ એવો છે કે, જે ગોળ કે ખોળ જેવી ખાદ્ય વસ્તુઓથી લઇને હવામાનના બદલાવ પર પણ સટ્ટો રમે છે. કચ્છીઓ પણ આમાં આગળ પડતાં છે. ગુજરાતમાં ગત વર્ષ સુધી સટ્ટામાં કચ્છ બીજે નંબરે હતું, આ વર્ષે અમદાવાદ અને સુરત બાદ ભુજ ત્રીજા નંબરે છે. જો કે, માત્ર ક્રિકેટ નહિ, શેર માર્કેટની ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ, એમ.સી.એકસ., સોના-ચાંદી વગેરેમાં પણ વર્ષે કરોડો રૂપિયાની બજાર છે.

સિક્રેટ ઓફિસ માટે શોધ શરૂ
આમ તો બારે મહિના ક્રિકેટ રમાય છે, અને બધી જ મેચમાં નાનો મોટો વેપાર થાય છે. પરંતુ આઇપીએલ સીઝન શરૂ થતાં જ સળંગ ચાલીસ દિવસ બહુ મોટી રકમની હારજીત થાય છે. આવડી મોટી આવક મૂકવા બુકીઓ તૈયાર ન જ હોય તે સ્વાભાવિક છે, માટે જ સિક્રેટ ઓફિસ શરૂ કરવાની તજવીજ શરૂ થઈ ગઈ હોવાનું સૂત્રો જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો