ધરપકડ:ભુજની યુવતિનું અપહરણ કરનાર મુંબઇનો આરોપી દબોચાયો

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અોનલાઇન અેપ પર પ્રેમ થયો, ડોકટરની અોળખ અાપી

શહેરના કેમ્પ અેરિયામાં રહેતી યુવતિ અેક માસ પૂર્વે અચાનક ગુમ થઇ ગઇ હતી, પરીવારજનો અને પોલીસે શોધખોળ શરૂ કરી હતી. અંતે અેક માસ બાદ 45 વર્ષીય ગઢા સાથે 20 વર્ષીય યુવતિ મળી અાવી હતી. ભુજ પોલીસે મુંબઇથી પકડી અપહરણ, દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો.

ભુજની 20 વર્ષીય યુવતિનું અોનલાઇન ટીકી અેપના માધ્યમથી અેક શખ્સથી પરીચય થયો હતો, બંને મેસેજથી વાત કરતા થયા હતા. અારોપી ડોકટર અને અપિરિણિત હોવાની અોળખ અાપી ભુજથી અેક માસ પૂર્વે યુવતિનું અપહરણ કરી ગયો હતો. પ્રેમજાળમાં ફસાયેલી યુવતિ મહારાષ્ટ્રના ઝાલનાની ક્રિષ્યન કોલોનીમાં રહેતા વિલશન ઉર્ફે અજય વિજયકુમાર લોખંડે સામે ફરિયાદ નોંધાવી હતી. અારોપી ભુજથી અંજાર, સુરત, મુંબઇ ખાતે જુદી જુદી હોટેલમાં લઇ જઇ મરજી વિરૂદ્ધ દુષ્કર્મ કર્યો હતો. ફરિયાદી પોતાની સાથે વીસ હજાર રોકડા અને બે હજારના દાગીના સાથે લઇ ગઇ હતી.

યુવતિને ધમકી પણ અાપી કે અા વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખીશ. પરીવારજનો અને પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી હતી. ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દર્જ થયા બાદ અાગળની કાર્યવાહી હાથ ધરવામાં અાવી હતી. નોંધનીય છે કે, અોનલાઇન અેપને કારણે જોયા વગર વીસ વર્ષીય યુવતિ પ્રેમજાળમાં ફસાઇ હતી, ડોકટરની અોળખ અાપનાર અાધેડ રીક્ષા ચલાવતો હોવાની હકીકત સામે અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...