તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ભુજના વોર્ડ નં.6માં નળ વાટે આવતું કાદવ મિશ્રિત પાણી

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર લાઇનનું સમારકામ છતાં પરિસ્થિતિ જૈશે થે: કાયમી ઉકેલ લાવવા માટે ઉઠતી માંગ

ભુજના વોર્ડ નં.6માં લાંબા સમયથી કાદવયુક્ત, ગંધ મારતું પાણી વિતરીત કરાતું હોવાની રાવ ઉઠી રહી છે. શહેરના વોર્ડ નં.6માં પાલિકા દ્વારા નળ વાટે વિતરિત કરાતું પાણી કાદવયુક્ત અને અત્યંત ગંધ મારતું હોવાનું બહાર આવ્યું છે. આ વોર્ડના વોકળા ફળિયા અને વાણિયાવાડ વિસ્તારમાં સમસ્યાનો નિવેડો ન આવતાં લાંબા સમયથી ગંદુ પાણી વિતરીત કરાય છે.

પાલિકા દ્વારા વારંવાર પાણીની લાઇનનું સમારકામ પણ કરવામાં આવે છે તેમ છતાં પણ સમસ્યા યથાવત રહી છે, પાલિકાની ટીમને કઇ જગ્યાએ ફોલ્ટ છે તે મળતો નથી કે કેમ ? તેવા સવાલો સ્થાનિક લોકો દ્વારા ઉઠી રહ્યા છે. અધુરામાં પૂરું વારંવાર સમારકામના કારણે બેથી ત્રણ દિવસ માટે પાણી કાપ મુકાતા લોકો મુશ્કેલીમાં મુકાય છે. તાત્કાલિક ફોલ્ટ શોધી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા ઉઠી રહી છે.

નગરપાલિકા, કાઉન્સિલરો સમક્ષ ફોટા સાથે રજૂઆત કરવામાં આવી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ નવા ચૂંટાયેલા કાઉન્સિલરો અને પાલિકા સમક્ષ કાદવયુક્ત પાણીના ફોટા સાથે અનેક વખત રજૂઆતો કરાઇ છે તેમ છતાં લાંબા સમયની આ સમસ્યાનો હજુ સુધી કોઇ જ ઉકેલ ન આવ્યો હોવાનું આ વિસ્તારના રહીશો
જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો