તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ચૂંટણીના પ્રચાર-પ્રસાર સમયે સાંસદ કોરોના પોઝિટિવ: પુત્ર પણ સંક્રમિત

ભુજ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

કચ્છમાં અામ તો કોરોનાની વિદાય વેળા નજીક અાવી ગઈ છે. પરંતુ, કોવિડ-19 ગાઈડ લાઈનની ઉપેક્ષા કરનારા અાજ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને પુત્રના સેમ્પલનો કોરોના પોઝિટિવ રિપોર્ટ અાવ્યાના હેવાલ છે.સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઅો યોજાઈ રહી છે, જેથી પ્રદેશ પ્રમુખ સી.અાર. પાટિલે કાર્યકરોની વિશાળ સભા સંબોધી હતી. જે દરમિયાન ભારતીય જનતા પાર્ટીઅે 5 નગરપાલિકા, 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો ઉપર દાવેદારોને સાંભળવા સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી.

જે બાદ સ્થાનિક અને પ્રદેશ કક્ષાઅે તબક્કાવાર વિશ્લેષણ કરાયું હતું. અે ભીડભાડ વચ્ચે કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને તેમના પુત્રને પણ કોરોનાનો ચેપ લાગી ગયો છે. અત્રે ઉલ્લેખની છે કે, અા અગાઉ ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમા અાચાર્ય, ભુજ નગરપાલિકાના પ્રમુખ સોલંકી અને રાપરના ધારાસભ્યના પતિ પણ કોરોના સંક્રમિત થયા હતા. જો લોકો કોવિડ-19 ગાઈડ લાઈનનું પાલન નહીં કરે તો સંક્રમિત થઈ શકે છે, જેથી હજુ પણ સોશિયલ ડિસ્ટન્શ જાળવવું અને મોઢે માસ્ક પહેરવું અાવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો