કામગીરી:શેખપીર નજીક ખાનગી ચેકિંગ પ્રકરણની તપાસ આરટીઓના અન્ય ઇન્સ્પેકટરને સોંપવા હિલચાલ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 માસ બાદ પણ તપાસ પૂર્ણ ન થઇ, તપાસનીશ ઇન્સ્પેકટર પણ બદલી ગયા
  • ઇન્સ્પેકટર ખાનગી ફોલ્ડરની કારમાં રાત્રે ચેકિંગ કરતા પકડાયા હતા

રાત્રિના સમયે પ્રાઇવેટ વાહનમાં બેસીને ચેકિંગ કરવા નિકળી રોકડી કરવાનો શોખ ધરાવતા ભુજ અાર.ટી.અો.ના અેક ઇન્સ્પેકટર 15 માસ પૂર્વે રંગે હાથે પકડાયા હતા. થોડા દિવસ તપાસનો ધમધમાટ રહ્યો હતો, બાદમાં છેલ્લા સવા વર્ષથી ફાઇલ પર ધુળ ચડી ગઇ છે. જે અધિકારીને તપાસ સોંપાઇ હતી તેની અન્ય જિલ્લામાં બદલી પણ થઇ ગઇ. હવે નવા ઇન્સ્પેકટરને તપાસ સોંપી અાગળની તપાસ હાથ ધરવામાં અાવશે.

કોરોના મહામારીની પ્રથમ લહેર દરમિયાન આસીસ્ટન્ટ ઇન્સ્પેકટર કૌશલભાઇ વી. પટેલ ખાનગી માણસ અને તેની કાર લઇ શેખપીર વિસ્તારમાં ચેકિંગમાં રોકડી કરવા નીકળ્યા હતા. તેમની ડ્યુટી સાંજે ચારથી રાત્રે બાર વાગ્યા સુધી હોવા છતાય તેઓ રાત્રે સાડા ચાર વાગ્યા સુધી ચેકિંગ કરતા હતા, જેનો સમગ્ર અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાયો હતો. અહેવાલ પ્રકાશિત થયા બાદ આરટીઓ સી. ડી. પટેલે આ મુદ્દે રિપોર્ટ કરવા માટે ઇન્સ્પેકટરોને તપાસ સોંપી હતી.

વી. અેસ. ચાૈહાણને રિપોર્ટ સોંપવા તપાસ અપાઇ પણ તેઅો કોરોનામાં હોવાથી તપાસણી રિપોર્ટ કરવા અેસ. ડી. પટેલને સૂચના અપાઇ હતી. અેસ.ડી. પટેલની દોઢેક માસ પૂર્વે બદલી થઇ ગઇ પણ હજુ સુધી તપાસ પૂર્ણ થઇ નથી. અા અંગે અાર.ટી.અો. ચિંતન પટેલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તપાસનીશ અધિકારીની બદલી થઇ જતા અન્ય ઇન્સ્પેકટરને તપાસ સોંપી વહેલીતકે પૂર્ણ કરી દેવા અાદેશ અાપી દેવાયો છે.

અગાઉ બે વખત ગંભીર બેદરકારી સામે અાવી
પાસિંગ થયુ ન હોવા છતાંય ડિટેઇન થયેલા વાહનનું રીલીઝ અોર્ડર અા ઇન્સ્પેકટર તરફથી ઇસ્યુ કરાયું હતું, તો ધાણેટી પાસે ટ્રાન્સ્પોર્ટરને હેરાન કરતા ટ્રક માલિકે જાહેરમાં હપ્તા લેતા હોવાનો અને ગાળો ભાંડી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. અા બંને બનાવમાં ખુદ ઇન્સ્પેકટરે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદમાં પીયુસીનું દંડ વસુલાયુ ન હતુ જે મુદ્દે કમીશ્નરે કલાર્ક અને ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે ભુજમાં ફરજ બજાવતા કે. વી. પટેલ સામે કોઇ પગલા ભર્યા નથી. નાની-નાની વાતોમાં ધમપછાડા કરતા ટ્રાન્સપોર્ટ કમીશ્નર રાજેશભાઇને અા બનાવો પ્રત્યે માૈન સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...