તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:લખપતના પાધ્રોમાં આશાસ્પદ ક્ષત્રિય યુવકની આત્મહત્યાથી શોક ફેલાયો

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર ભાઈ બહેનમાં સૌથી નાના યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા લખપત તાલુકાના પાધ્રોમાં 19 વર્ષીય હકુમતસિંહ હમીરજી સોઢાએ આજે સવારે ઘર નજીકના વાડામાં રહેલા એન્ગલમાં કપડું બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની આસપાસના લોકીને થતા પરિવારને જાણ કરી હતી.

ઘટનાસ્થળે દોડી આવેલા પરિજનો દ્વારા હતભાગી યુવકને દયાપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો. પાધ્રો ગામના અગ્રણી વિક્રમસિંહ સોઢા, શિવુભા સોઢા સહિતના આગેવાનો વહીવટી પ્રક્રિયામાં મદદરૂપ બન્યા હતા. ચાર ભાઈ બહેનમાં સૌથી નાની વયના આશાસ્પદ યુવકના આત્મઘાતી પગલાંથી પરિવાર સાથે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હોવાનું દયાપરના ભરતભાઇ ત્રિપાઠીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...