શોકસભા:કર્મચારીના મૃત્યુ બાદ શોકસભા અને અડધો દિવસ ભુજ પાલિકા કચેરી બંધ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીનું મૃત્યુ થતા શોકસભા રખાઈ હતી અને બપોર બાદ કચેરી બંધ રાખવામાં અાવી હતી. જોકે, અડધો દિવસ કચેરી બંધ રાખ્યા બાદ પરિવાર દ્વારા રખાયેલી પ્રાર્થના સભામાં ન જઈ સુધરાઈના કર્મચારી અને નગરસેવકો મોતનો મલાજો પાળવાનું ચૂક્યા હતા. જે ટિકાનું કારણ બન્યું હતું.

ભુજ નગરપાલિકામાં સ્વ. સંજય ગોહિલ 1991થી ફરજ બજાવતા હતા. જેમનું 2જી અોક્ટોબરે અવસાન થયું હતું. જેમને શ્રદ્ધાંજિલ અાપવા શોકસભાનું અાયોજન કરાયું હતું, જેમાં ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, નગરસેવક કશ્યપ ગોર, ધીરેન લાલન, કિરણ ગોરી અને રાજેશ ગોર, પૂર્વ નગરસેવક ફકીરમામદ કુંભાર, તમામ બ્રાન્ચના હેડ અને કર્મચારીઅો હાજર રહ્યા હતા. પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરે કર્મચારીને મળવાપાત્ર લાભો તત્વરાઅે અપાવવા કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.

જોકે, લાંબા સમયથી કાયમી મહેકમમાં ન સમાવાતા યુનિયનના હોદેદારોઅે નારાજગી વ્યક્ત કરી હતી. અેટલું જ નહીં પણ નિવૃત અને હાલ ઈનચાર્જ હેડ ક્લાર્ક જયંત લિંબાચિયાઅે મોતનો મલાજો ન પાળી કોની શોકસભા છે. અેનો પણ ઉલ્લેખ કર્યો ન હતો. અેટલું જ નહીં પણ નગરપાલિકાના પરિવારના સભ્યને બદલે રોજંદાર કર્મચારીઅોનો ઉલ્લેખ કર્યો હતો, જેથી પણ નારાજગી ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...