તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરુણાંતિકા:રુદ્રમાતા પાસે બે કાર અથડાતાં ધૂળેટીના પર્વમાં ફરવા ગયેલા સાસુ-જમાઇના મોત

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધૂળેટીના પર્વમાં ફરવા ગયેલા અંજારના મેઘપર બોરીચી અને આદીપુરના પરિવારોની કારને નડ્યો અકસ્માત
 • આદિપુરના કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી સામેથી આવતી કાર સાથે સર્જયો અકસ્માત: બાળકો સહિત 10 લોકો ઘાયલ

ધુળેટીના દિવસે રૂબરૂ માતા નજીક બે કાર સામ સામે અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં આદિપુર રહેતા સાસુ જમાઇના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જ્યારે કાર સવાર ત્રણ બાળકો સહિત દસ જણાને વતી ઓછી ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટના સાંજે ચાર વાગ્યાના અરસામાં બની હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજ ખાવડા રોડ પર રૂદ્રામાતા ટ્રેનિંગ સેન્ટર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અંજારના મેઘપર બોરીથી અને આદિપુરના પરિવારોની કાર સામ-સામે અથડાઇ હતી. અંજાર મેઘપર-બોરીચી ખાતે રહેતા ઉમેશ ઉર્ફે ઉમંગ શિવલાલ સોની (ઉ.વ.48)એ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પરિવાર અને તેમના મિત્ર હિતેશભાઇ રવિલાલ રાજગોર બન્ને પરિવારો ઈનોવા કારથી રુદ્રમાતા ફરવા આવ્યા હતા. બપોરે એવો ભુજ પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પર ફંગોળાઇ અને ફરિયાદીની કાર સાથે અથડાઈ હતી જેના કારણે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્મામત સર્જનાર કારમાં સવાર આદિપુરના લોકેશ દુર્ગાપ્રસાદ અડવાણી (ઉ.વ.32) અને તેમના સાસુ મનીષા ચંદુભાઈ ટેકવાણી (ઉ.વ.50)ને ગંભીર ઇજાઓ થવાથી જીકેમાં સારવાર દરમિયાન તેઓના મોત નિપજ્યા હતા. જ્યારે બન્ને કારના અન્ય દસ લોકોને વતી ઓછી ઇજાઓ થતાં સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બી ડિવિઝન પોલીસે ઉમંગભાઇની ફરિયાદ પરથી કાર ચાલક વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાસુ જમાઇની આદિપુરથી અંતિમયાત્રા નિકળી
ભુજ ખાતે કાર અકસ્માતમાં સર્જાયેલી કરૂણાંતિકામાં સાસુ- જમાઇનું મોત થયું હતું. આ બનાવની જાણ થતાં જ આદિપુરના સિંધી સમાજના આગેવાનો ગઇ કાલે રાત્રે ભુજ પહોંચી ગયા હતા. ભુજ જઇને પરીવારજનો અને મૃતદેહનું પીએમ કરાવીને મોડી રાત્રે આદિપુર લઇ આવ્યા હતા. આજ સવારે સાસુ- જમાઇની સંત કંવરરામ નગરથી અંતિમયાત્રા નિકળી હતી. સિંધી સમાજ નહીં પરંતુ આદિપુરના વર્તુળોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.

સાસુ- જમાઇની નિકળેલી અંતિમયાત્રામાં સિંધી સમાજના આગેવાનો જોડાયા હતા. લોકેશ અડવાણી, હરીશ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હતો. જ્યારે આ અકસ્માતમાં મૃત્યુ પામેલ મનિષાબેનના પતિની હાલત સારી છે. જ્યારે દિકરી મિનાક્ષીની હાલત ગંભીર હતી. એક દોહિત્ર કુશનો ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થયા પછી આદિપુર,ગાંધીધામના સિંધી સમાજના આગેવાનો મનુ મીઠવાણી, જેકી કોડનાણી, અમિત કોડનાની, જીતુ કોડનાની, હરેશ કોડનાની વગેરે દોડી ગયા હતા.

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની યાદી
બન્ને કારમાં સવાર ઘાયલોમાં ફરિયાદી ઉમેશભાઇ સોની, અને તેના પત્ની ચેતનાબેન ઉમેશભાઇ સોની, પુત્ર સ્નેહ ઉમેશભાઇ સોની, હિતેશભાઇ રતિલાલ રાજગોર, નૈનાબેન હિતેષભાઇ રાજગોર, ખુશી હિતેશભાઈ રાજગોર, નિશાબેન હિતેશભાઈ રાજગોર તેમજ સામે અકસ્માત સર્જનાર કાર સાવાર મીતેશભાઇ ચંદુલાલ ટેકવાણી, મિનાક્ષીબેન લોકેશભાઇ અડવાણી, કુશ લોકેશભાઇ અડવાણી સહિત દસ લોકોને ઈજાઓ પહોંચી હતી.

મુન્દ્રામાં ટ્રેઇલરની હડફેટે મોટર સાયકલ ચાલકનો જીવ ગયો
મુન્દ્રાના શક્તિ નગર સ્થિત ઉમિયાજી ડાયનિંગ હોલ નજીક સોમવારે રાત્રે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ટ્રેલરની અડફેટે આવી જતાં બાઇક ચાલક બિકીકકુમાર યાદવ નામના યુવાનને માથામાં ગંભીર ઇજાઓ થવાથી સ્થળ પર મોત નિપજ્યું હતું. મૃતકના કાકા દિનેશકુમાર બિંદી યાદવની ફરિયાદ પરથી મુન્દ્રા પોલીસે ટ્રેલર ચાલક વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગાંધીધામના પુલીયા પાસે વાહનની અડફેટે બાઈક ચાલકનું મોત
ગાંધીધામ શહેરમાં પ્રવેશ માટે આવતા પુલીયા પાસે ગત તા.27/03ના રાત્રીના 9 વાગ્યાના અરસામાં રાજેશભાઈ સક્શેના પોતાની મોટર સાઈકલ પર જઈ રહ્યા હતા ત્યારે નેક્શા શોરુમથી આગળ પુલીયા સાઈડ પર કોઇ અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક ચલાવી રહેલા રાજેશભાઈને માથામાં ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે અશ્વિનકુમાર અમરસિંગ જાટે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો