તપાસ:લગ્નની લાલચે 1.75 લાખની ઠગાઇ કેસમાં માતા-પુત્રી જબ્બે

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગાઈનું કહી રાજકોટવાસીને ઉતારાયો હતો શીશામાં

ભુજમાં લગ્નની લાલચે રાજકોટના યુવાન સાથે 1.75 લાખની ઠગાઇ થઈ હતી. જે કેસમાં એ ડિવિઝન પોલીસે બંને માતા - પુત્રીની અટકાયત કરી લીધી છે. રાજકોટના કિશોરભાઈ જસવંતભાઈ સોરઠીયા (પટેલ) સાથે ઠગાઇ થઈ હતી.આદિપુરમાં રહેતા દીપાબેને ધ્વનિ નામની યુવતી સાથે ફરિયાદીના લગ્ન કરાવી આપવાની વાત કહી હતી અને તેને ભુજ બોલાવી એડવાન્સમાં 10 હજાર લઈ લીધા હતા.બાદમાં ધ્વનિ સાથે મેળાપ કરાવી તેની સાથે સગાઈ કરવાનું નક્કી કરી બજારમાંથી રૂપિયા 1 લાખ 56 હજારના સોનાના ઘરેણાની ખરીદી કરાવી હતી.

દરમ્યાન બંને સ્ત્રી આરોપી 1.76 લાખનો મુદામાલ લઈ છઠી બારી રિંગરોડ પરથી ફરાર થઈ જતાં એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેને આધારે બંનેની અટકાયત કરવામાં આવી હતી.પોલીસ તપાસ દરમ્યાન દિપાબેનનું સાચું નામ સહેનાઝ ઉર્ફે દમયંતી હાજીભાઈ કેવર અને તેની પુત્રી કે જે ધ્વનિ તરીકે ઓળખાતી હતી તેનુ નામ સલમા ઉર્ફે સલ્લુ હાજીભાઈ કેવર હોવાનું સામે આવ્યું છે. બંને માતા - પુત્રી આદિપુરમાં રહેતી હતી જેઓની એ ડિવિઝન પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...