તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત સહિત વિશ્વમાં દર વર્ષે 4થી ફેબ્રુઆરીના વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. દુનિયામાં દર વર્ષે 96 લાખ દર્દીઓ કેન્સરના કારણે મૃત્યુ પામે છે. પુરુષો મોટા ભાગે ફેફસાના અને સ્ત્રીઓ સ્તન કેન્સરને કારણે મોતને ભેટે છે. ભારતમાં ગયા વર્ષે 11.60 લાખ કેન્સરના કેસોનું નિદાન થયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વે મુજબ 10માથી એક ભારતીયને કેન્સર થાય છે જે પૈકી એક મોતને ભેટે છે. આવી પરિસ્થિતિમાં ભુજની અદાણી મેડિકલ કોલેજના કૉમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રાધ્યાપકે રોગના કારણો, લક્ષણો અને સંશોધન ઉપર વિશ્લેષણ કર્યું હતું.
પ્રો. ડો. શ્રેયસ મહેતાના જણાવ્યા મુજબ શરીરના કોઈપણ ભાગમાં ગાંઠ લાંબા સમયનું ચાંદું, ગળવામાં તકલીફ, અવાજ બેસી જવો, લાંબા સમયની ઉધરસ, ઝાડા-પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર, વજનમાં ઘટાડો,સ્તનની નિપલમાંથી લોહી પડવું અને યોનિમાથી દુર્ગંધવાળું પ્રવાહી પડવું વિગેરે લક્ષણો હોય છે. ધૂમ્રપાન અને તમાકુનું સેવન, વધુ પડતી ચરબીવાળો ખોરાક તેમજ બેઠાડુ જીવન શૈલી કેન્સરને નોતરી શકે છે.
આ તમામ લક્ષણો સામાન્ય બીમારી જેવા છે પણ, જો ટૂંક સમયમાં અને સામાન્ય દવાથી ન મટે તો તુરંત નિષ્ણાંત ડોકટર પાસે તપાસ, નિદાન અને સારવાર લેવી જોઈએ. લગભગ તમામ પ્રકારના કેન્સર કોશિકાઓના રૂપાંતરણ દરમિયાન સર્જાતી આનુવાંશિક તત્વોમાં વિકૃતિ આવવાને કારણે થાય છે. આ વિકૃતિ તમાકુનું સેવન, ધૂમ્રપાન અને રસાયણોને કારણે થાય છે.
આ ઉપરાંત ઘણીવાર કેન્સર વારસાગત પણ હોય છે. જે જન્મ સમયથી જ કોશિકાઓમાં હોય છે. આમ, કેન્સર પેદા કરતાં પદાર્થો અને શરીરના વંશસૂત્રો વચ્ચે થતી જટિલ પ્રક્રિયાને કારણે સામાન્યત; કેન્સરની વારસામાં ઉતારવાની ક્ષમતાથી અસર કરે છે. ઉલ્લેખનીય છે કે, જનરલ હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગમાં પેપ સ્મિયર ટેસ્ટ દ્વારા ગર્ભાશયના મુખના કેન્સરનું તેમજ મેમોગ્રાફી દ્વારા સ્તન કેન્સરનું પરિક્ષણ થાય છે.
સંશોધનો વધતાં સારવાર શક્ય બની રહી છે
મોટાભાગના કેન્સરની સારવાર શક્ય છે અને તેમાંના કેટલાક મટી પણ શકે છે. જો કે, તે કયા પ્રકારના છે. શરીરના કયા ભાગમાં છે તેમજ ક્યા તબક્કામાં છે તેના ઉપર આધાર રાખે છે. એક વખત નિદાન થયા બાદ સામાન્યત; શસ્ત્રક્રિયા, કિમો ચિકિત્સા અને રેડિયો ચિકિત્સા દ્વારા સારવાર કરવામાં આવે છે . જેમ જેમ સંશોધનો વધતાં જાય છે તેમ તેમ ચિકિત્સા પધ્ધતિનો વિકાસ થઇ રહ્યો છે તેમ કૉમ્યુનિટી રોગ વિભાગના વડા ડો. ઋજુતા કાકડેએ જણાવ્યુ હતું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.