યોજના:બીએમસીબી દ્વારા આત્મનિર્ભર લોનના 700થી વધુ ફોર્મ અપાયા

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોન આપીને સામાજિક જવાબદારી નિભાવવા બેંક કટિબધ્ધ

કોરોના સામે આર્થિક રીતે લડવા માટે વડા પ્રધાને જાહેર કરેલા આત્મ નિર્ભર અભિયાન તળે વ્યક્તિદીઠ એક લાખની લોન અપાશે. ભુજ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક આવું ધિરાણ આપીને સામાજિક જવાબદારી નિભાવવા કટિબધ્ધ છે. બેન્કની ભુજ તેમજ અન્ય શાખાઓમાં અત્યાર સુધી 700થી વધુ લોન એપ્લિકેશન ફોર્મ અપાઇ ચૂક્યા છે. 

વહેલા તે પહેલાના ધોરણે ધિરાણ અપાશે
બેન્કના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબીઆએ જણાવ્યું હતું કે, ડાયરેક્ટર્સ અને એડવાઇઝરી ટીમ આ યોજનાના અમલીકરણ માટે તમામ પ્રયાસો કરી રહી છે. ચેરમેન રશ્મિભાઇ પંડ્યાના જણાવ્યા મુજબ લોન સહાયની અંતિમ તારીદ 31 ઓગસ્ટ છે પણ બેન્ક સામાજિક જવાબદારી નિભાવવા આગળ આવી છે ત્યારે મુદ્દત પહેલાંજ લક્ષ્યાંક પૂર્ણ થઇ જવાની સંભાવનાએ વહેલા તે પહેલાના ધોરણે ધિરાણ અપાશે. જનરલ મેનેજર સ્મિત મોરબીઆએ કહ્યું હતું કે, યોજનાનો મહત્તમ લાભ મળે તે હેતુથી જાગૃતિ ફેલાવાઇ રહી છે. ડાયરેક્ટર ચેતન મહેતા, ડી.એન. દ્વિવેદી, મહેશ સોરઠિયા, ભાનુબેન પટેલ, સુમિત ગોયલ, તુલસી સુઝાન, મેહૂલ હિરાણી તેમજ સલાહકાર વિરેન શાહ, ડેની શાહ, જયસુખ શાહ, બાબુભાઇ ધનાણી, કીરીટ પલણે જણાવ્યું હતું કે, લોન સહાય ખાતા નોન પર્ફોર્મિંગ ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવામા આવશે. ભુજ, માધાપર, અંજાર, ગાાંધીધામ, નખત્રાણા અને અમદાવાદની શાખા મળીને અત્યાર સુધી 700થી વધુ ફોર્મનું વિતરણ કરાયું છે તેમ જીએમ કશ્યપ વચ્છરાજાનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...