તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:ભુજમાં 70થી વધુ વાહન માલિકોને નિ:શુલ્ક પીયુસી કાઢી અપાઇ, માર્ગ સલામતી માસ અંતર્ગત પીયુસી એસો. દ્વારા કરાયું આયોજન

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક

માર્ગ સલામતી માસ અંતર્ગત પીયુસી એસો. તરફથી ભુજમાં એક દિવસ માટે નિ:શુલ્ક પીયુસી કાઢી આપવામાં આવી હતી, વાહન ચાલકોને પીયુસીના ફાયદા અને મહત્વ સમજાવ્યા હતા. માર્ગ સલામતી માસ અંતર્ગત શનિવારે એક દિવસ માટે પીયુસી એસોસિએશન તરફથી નિ:શુલ્ક પીયુસી કાઢી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ભુજના બે પીયુસી સંચાલકો પાસે 60થી વધુ પીયુસી કાઢવામાં આવી હતી તો એવી રીતે જિલ્લા ભરના પીયુસી સંચાલકોએ નિ:શુલ્ક પીયુસી કાઢી આપી હતી.

એઆરટીઓ નીરવ બક્ષી, વી. એસ. ચૌહાણ, વી. સી. દેસાઇ તેમજ અસલમ સમા, હારૂનભાઇ, ભુપેશભાઇ સહિતના હાજર રહ્યા હતા અને ભુજના સ્ટેશન રોડ પર સમા પીયુસી સેન્ટર ખાતે પ્રથમ નિ:શુલ્ક પીયુસી તેમના હસ્તે આપવામાં આવી હતી. સમા પીયુસી સેન્ટર સ્ટેશન રોડ ખાતે લાઇટ ન હોવાથી જનરેટરની વ્યવસ્થા કરી દિવસ દરમિયાન 40 જેટલી પીયુસી ઇસ્યુ કરવામાં આવી હોવાનું પ્રમુખ ઉમર સમાએ જણાવ્યું હતું તો બીજી તરફ લાલ ટેકરી પર આવેલા હરીઓમ પીયુસી સેન્ટર ખાતેથી 25થી વધુ નિ:શુલ્ક પીયુસી કાઢી આપવામાં આવી હોવાનું સંચાલક ચીરાગ અનમે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો