તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:મસ્કાની હોસ્પિટલમાં 5 માસમાં કોરોનાના 600થી વધુ દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા

ભુજ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરકારના આદેશ બાદ હોસ્પિટલમાં હવે કોવિડ વિભાગ કરાયો બંધ

મસ્કા મુકામે જનરલ હોસ્પિટલમાં 5 મહિનામાં કોરોનાના 600થી વધુ દર્દીઅો તથા 6 હજારથી વધુ દર્દીઅોને વિના મૂલ્યે સેવા અપાઇ હતી.સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ દ્વારા સંચાલીત એન્કવાલા જનરલ હોસ્પિટલ મસ્કામાં છેલ્લા 6 મઢિતાથી કોવીડ દર્દીઓ માટે સરકારની સહાયથી તથા દામજીભાઈ એન્કરવાલા તથા જાદવજીભાઈ એન્કરવાલાના આર્થિક સહયોગથી શરૂ થયેલી કોરોના દર્દીઓ માટેની વિના મુલ્ય હોસ્પિટલ શરૂ કરાઇ હતી. છેલ્લા 5 મહિનામાં કુલ્લ 600 જેટલા દર્દીઓ કોરોના બિમારીથી સાજા થઈને ઘરે પહોંચ્યા છે. તેથી તા. 1/2/21 થી સરકારની સુચના મુજબ હોસ્પિટલ મધ્યે કોવીડ વિભાગ બંધ કરવામાં અાવ્યો છે.

કોરોના દદીઓ માટેની સેવા બદલ હોસ્પિટલને સ્વ. ડાઈબેન ધનજી પુજા છાભૈયા પરિવાર બિદડા દ્વારા રૂ. 25 હજારનું , માંડવી તાલુકાના નવાવાસ (દુગપુર) નિવાસી સ્વ.અમૃતલાલ મગનલાલ ભેદા(ગોરજી) દાતા પરિવારના ચંદ્રીકાબેન અમૃતલાલ ભેદા(ગોરજી) દ્વારા હોસ્પિટલના મેડીકલ ઓફિસર ડૉ. મૃગેશભાઈ બારડને રૂ. 40 હજારની કિંમતનું ઓકિસજન મશીન અપર્ણ કરતા ગયા છે. છેલ્લા પાંચ મહિનાથી દર્દીઅો હોસ્પિટલને લગતી વિવિધ સાધન સામગ્રી તથા આર્થિક અનુદાન આપીને સહાયભુત બન્યા હોવાનું સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું.

હોસ્પિટલના મેડીકલ ઓફિસર ડૉ.મૃગેશ બારડના જણાવ્યાનુસાર છેલ્લા પાંચ મહિનાથી કોવીડ સિવાયના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરી અને વિના મુલ્યે મેડીકલ સારવાર આપવામાં આવી હતી. જેમાં છેલ્લા પાંચ મહિનામાં 6000થી વધુ દર્દીઓ લાભ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો