તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવારમાં આનંદની લાગણી:મસ્કાની હોસ્પિટલમાં એક જ માસમાં 600થી વધુ કોરોના દર્દીઓ સાજા થયા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ લહેરમાં પણ 700દર્દીઅોને કરાયા હતા કોરોના મુક્ત

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મસ્કા મકામે આવેલા એન્કરવાલા જનરલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં 600થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ કોરોનામુકત થઇ અને પાછા ઘરે પહોંચતા તેમના પરિવારમાં આનંદની લાગણી પ્રગટ થઈ છે.

સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાના જણાવ્યા અનુસાર માંડવી તાલુકાના મસ્કા મુકામે છેલ્લા 1 મહિનાથી સરકારના સહયોગથી એન્કરવાલા જનરલ હોસ્પિટલ નિઃશુલ્ક કોરોના દર્દીઓ માટેની આ હોસ્પિટલમાં લોક ભાગીદારીથી મસ્કા ગામના સરપંચ કીર્તીભાઈ ગોર તથા તેમની ટીમ દ્વારા નમો સેવા કેન્દ્રના માધ્યમથી દર્દીઓને સેવા અાપવામાં અાવી રહી છે. જેમાં દર્દીઅોને ફ્રુટ જયુસ તથા આયુર્વેદીક ઉકાળા તથા કુટુંબીજનોને પણ મદદરૂપ થઈને અથાગ સેવા કરવામાં આવી રહી છે.

સંસ્થાના મેડીકલ કન્વીનર ડૉ. કૌશિક શાહના માગદશન હેઠળ ડૉ. મૃગેશ બારડ, ડૉ. કુલદીપ વેલાણી, ડૉ. સન્ની, ડૉ.દીપ અને નર્સિંગ ટીમ કોવીડના દર્દીઓની સેવામાં જોડાયા છે. સંસ્થાના મુખ્યદાતા દામજીભાઇ એન્કરવાલા તથા જાદવભાઈ એન્કરવાલાના સંપૂર્ણ સહયોગથી કચ્છ જિલ્લાની બીજા નંબરની આ મોટી હોસ્પિટલ મધ્યે પ્રથમ લહેર વખતે 700થી વધુ દર્દીઓ સાજા થયા હતાં. જેમાં ભુજ, લખપત, નખત્રાણા, અબડાસા, માંડવી, મુ્દ્રા વિસ્તારના કોરોના દર્દીઓને સમાવેશ થાય છે.

તેવામાં ફરી ફરી છેલ્લા અેક મહિનાથી સમગ્ર કચ્છના દર્દીઓને અહીં રીફર કરાઇ રહ્યા છે. સંસ્થા દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંપૂર્ણ સારવાર કરી અને તેઓને કોરોનામુક્ત કરવામાં આવતા તેઓ સાજા થઇ ઘરે પરત ફરતા પરિવારમાં હર્ષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...