તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કુકમા ખાતે યોજાયેલી ત્રિદિવસીય સજીવ ખેતી શિબિરમાં દેશમાંથી પ૦થી વધારે ખેડૂતો જોડાયા

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જમીનને ફળદ્રુપ બનાવવા માટે રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા અાયોજન કરાયું

રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓના ઉપયોગથી જમીન ઝેરીલી અને કઠણ બની ગઈ છે, ત્યારે માટીને ફળદ્રુપ, જીવંત બનાવી રાખવા ગાય આધારિત ખેતી જ શ્રેષ્ઠ છે. કુકમા ખાતે રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા આયોજિત 66મી નિ: શુલ્ક ગાય આધારિત સજીવ ખેતી શિબિર યોજાઇ હતી, જેમાં સમગ્ર ભારત અને ગુજરાતમાંથી 50થી વધુ ખેડૂતો જોડાયા હતા અને સજીવ ખેતી અંગે તાલીમ લીધી હતી.

શિબિરના આરંભમાં સંસ્થાના જનરલ મેનેજર જયભાઈએ તાલીમનું મહત્વ વિશે સમજ આપી હતી. કિસાન સંઘના વિઠલભાઈ તેમજ આર.કે. પટેલ રામકૃષ્ણ ટ્રસ્ટના સજીવ ખેતીને લઈને થઈ રહેલા પ્રયાસોની પ્રસંશા કરી હતી અને આગામી સમયમાં ગાય આધારિત ખેતી જ આધાર રહેશે તેવો સંકેત આપ્યો હતો તથા આવા ઉમદા કામમાં વધુને વધુ ખેડૂતો આગળ આવે તેવી અપીલ કરી હતી. સંસ્થાના મનોજભાઈ સોલંકીએ પ્રવૃતિ તેમજ શિબિરના હેતુ પર પ્રકાશ પાડયો હતો. સાત્વિક સંસ્થાના મોવડી અને જ્ઞાતા શૈલેષભાઈ વ્યાસે સજીવ ખેતી માટે ઉમદા યોગદાન આપનારા દેશ વિદેશના નામાંકિત ખેડૂતોનો પરીચય આપીને માટીની ઓળખ આપી હતી. સજીવ ખેતીના પીઢ ખેડૂત નિંગાળના મગનભાઈ આહિરે વિવિધ પાકને પાણી કઈ રીતે આપવું તે પણ ખૂબ મહત્વનું છે ત્યારે વિવિધ સિંચાઈના મહત્વ વિશે વિશદ છણાવટ કરી હતી.

ટ્રસ્ટનો ખેતી પ્રકલ્પ સંભાળતા શાંતિલાલ ડાંગીએ રોગ અને જીવાતથી બચવા માટે અનેક પ્રકારની બિનરાસાયણિક દવાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ખાતર અને દવાના ટેક્નિકલ જાણકાર મૌલિકભાઈ જોશીએ તેમના અનુભવો કર્યા હતા તથા ખાતર, દવાઓ બનાવવાનું પ્રેક્ટીકલ માર્ગદર્શન અાપ્યું હતું.

શિબિરના અંતિમ દિને કચ્છના પ્રગતિશીલ ખેડૂત વેલજીભાઈ ભુડીયાએ ખેડૂતોએ બજાર પર આધારિત ન રહેતાં જાતે જ વેલ્યુ એડીશન કરીને મારકેટ ઉભી કરવા પર ભાર મુકયો હતો અને આ મુદાઓ પર ઝીણવટભરી માહિતી આપી હતી. સરકારી આયુર્વેદ વનસ્પિતિ ઉદ્યાન નાની રેલડીના નિકુંજભાઈ ત્રિપાઠીએ ઔષધીય વૃક્ષોની ઉપયોગીતા અને તેના બજાર વિશે તેમજ વિવિધ યોજનાઓ અને તેના લાભાલાભ સમજાવ્યા હતા. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નિવૃત અધિકારી જનકભાઈ ઉચાટે વર્તમાનમાં ખેતી અને પશુપાલનને લગતી વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે લેવી તેનું માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો