• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • More Than 40 Thousand Patients Were Tested In 5 Years In Gorewali Health Center, More Than 32 Surrounding Villages Benefit From The Health Center.

સારવાર:ગોરેવાલીના આરોગ્ય કેન્દ્રમાં 5 વર્ષમાં 40 હજારથી વધુ દર્દીઓને ચકાસાયા, આસપાસના 32થી વધુ ગામો આરોગ્ય કેન્દ્રનો લાભ લે છે

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના ગોરેવલીના આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 5 વર્ષમાં 40 હજારથી વધુ દર્દીઓના નિદાનની સાથે સારવાર કરવામાં આવી હતી જેને લઇને સ્થાનિક તેમજ આસપાસના 32થી વધુ ગામો માટે આ આરોગ્ય કેન્દ્ર આશીર્વાદ સમાન બની રહ્યું છે. છેવાડાના બન્ની વિસ્તારની પ્રજાને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે હેતુથી વર્ષ 2012-1માં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ આરોગ્ય કેન્દ્રની નવી ઈમારતનું બાંધકામ કરવામાં આવ્યું હતું. ઓ.પી.ડી, આઇ.પી.ડી., રસીકરણ, સગર્ભાની તપાસ, સુવાવડ, મેલેરીયા, ક્ષયરોગની સારવાર તેમજ લોહીના વિવિધ પરીક્ષણ કરાય છે. કુટુંબ નિયોજન, વાહકજન્ય રોગોનાં અટકાયતી પગલાં, આયુષ મેડિકલ ઓફિસરની સેવાઓ તેમજ

વ્યકિતગત અને સામુહિક આરોગ્યને લગતી સેવાઓથી આરોગ્ય કેન્દ્ર લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થયું છે.છેલ્લા 5 વર્ષમાં ઓ.પી.ડી.માં 40190 દર્દી ચકાસાયા છે જ્યારે 2768 દર્દીને દાખલ કરીને સારવાર આપવામા આવી છે. 2085 બાકળકોનું રસીકરણ કરાયું છે. 2455 સગર્ભાની તપાસ કરવામા આવી છે. આ ઉપરાંત તમામ પ્રકારના રોગોની પ્રાથમિક સારવાર અને ઈમરજન્સી મેડીકલ સેવાઓ 24 કલાક માટે ઉપલબ્ધ છે. વાહકજન્ય રોગોની સારવાર તથા તેથી બચવાનાં પગલાંઓ વિશે પણ જાગૃતિ વિષયક પગલાં સમયાંતરે ભરવામા આવે છે.

અન્ય સમાચારો પણ છે...