ભાવિકોનું ઘોડાપૂર:માતાના મઢ ખાતે આજે પ્રથમ નોરતે 30 હજારથી વધુ ભાવિકોએ આશાપુરા માતાજીના દર્શન કર્યા

ભુજ9 દિવસ પહેલા
  • મેળો રદ હોવા છતાં રાજ્યભરમાંથી દર્શનાર્થીઓ ઉમટ્યા

કચ્છની કુળદેવી આઈ શ્રી આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે અશ્વિન નવરાત્રિના પ્રારંભ સાથે આજ વહેલી સવારથીજ ભાવિક ભક્તોની કતારો જોવા મળી હતી અને અંદાજિત 30 હજાર જેટલા શ્રધ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી તો છેલ્લા ચાર દિવસ દરમ્યાન 60 થી 70 હજાર જેટલા ભાવિકો માં ના ચરણોમાં શિષ ઝુકાવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

કોરોના મહામારીના પગલે બે ચૈત્રી નવરાત્રિ અને ગત વર્ષે આસો નવરાત્રિ રદ રાખવાની ફરજ પડી હતી, ત્યારે હાલ કોરોના બીમારી દેશની સાથે રાજ્યભરમાં કાબુ હેઠળ છે જેનો સીધો લાભ જાહેર જીવનમાં છૂટછાટના પગલે દેખાઈ રહ્યો છે . તેની સાથે નવરાત્રિ દરમ્યાન મોટા મંદિરો ખુલા રાખવાની અનુમતિ મળતા કચ્છના અન્ય દેવ મંદિરોની સાથે માતાના મઢ મંદિર ખુલ્લું રહેવા પામતા લાખો ભક્તોમાં ખુશીની લાગણી ફેલાઇ છેસ જે મંદિર સંકુલમાં લાગેલી લાંબી કતારો જોતા દેખાઈ રહી હોવાનું ભરતભાઇ ત્રિપાઠીએ કહ્યું હતું.

માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં દર્શને આવતા ભક્તો માટે 24 કલાક જમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉતારા સુવિધા આ વર્ષે બંધ રાખવી પડી છે. બીજી તરફ મેળો યોજવાની મનાઈ છે જ્યારે દર્શન માટે મંદિર ખુલ્લું રહેતા ભવિકોનું ઘોડાપૂર સતત 5 દિવસથી શરૂ થઈ ચૂક્યું છે જે હજુ ત્રણ દિવસ સુધી રહી શકે છે. અલબત્ત દર શાલની સરખામણીએ આ વર્ષે કોરોનાકાળમાં દર્શનાર્થીઓની સંખ્યામાં થોડી અસર જરૂર પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...