તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • More Than 3 Secondary Schools Functioning In Kutch From The New Session, Only 3 Are Left After Approval Of 26 New Government Schools

શાળા શરૂ:કચ્છમાં નવા સત્રથી વધુ 3 માધ્યમિક શાળાઓ કાર્યરત, નવી 26 સરકારી સ્કૂલને મંજુરી બાદ હવે માત્ર 3 બાકી રહી

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભુજમાં ભગાડિયા, નખત્રાણામાં ઉખેડા, મુરુનો સમાવેશ કરાયો : સ્ટાફની પણ નિમણૂક

કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના ભગાડિયા, નખત્રાણા તાલુકાના ઉખેડા અને મુરુમાં નવા શૈક્ષણિક સત્રથી સરકારી માધ્યમિક શાળા શરૂ કરાઈ છે. જે માટે મદદનીશ શિક્ષક, શિક્ષણ સહાયકો અને ઈનચાર્જ અાચાર્યને ફરજ બજાવવા અાદેશ કરાયા છે.જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, અાર.અેમ.અેસ.અે. અંતર્ગત નવી 26 સરકારી માધ્યમિક શાળાઅોને મંજુરી મળી હતી. જે પૈકી 18 શાળા 2020/21માં, 2 શાળા 2021/22 શરૂ કરી દેવાઈ હતી.

બાકી 6 શાળાઅો રહે છે, જેમાંથી ભુજ તાલુકાના ભગાડિયાની શાળામાં નથ્થરકુઈના ઉમરશી હમીર અાયરને શિક્ષક સહાયક, નખત્રાણા તાલુકાના ઉખેડાની શાળામાં સાંગનારાના છાયાબા બાબુભા સોઢાને શિક્ષક સહાયક, મુરુની શાળામાં દેશલપર (ગુ)ના રાકેશ અમૃત ભંગીની શિક્ષક સહાયક તરીકે ફરજ નિમણૂકના અાદેશ કરાયા છે. હાલ ત્રણેય શાળાઅો ગામની પ્રાથમિક શાળાના મકાનમાં શરૂ કરવાની રહેશે. વધુને વધુ સંખ્યામાં વિદ્યાર્થીઅો પ્રવેશ મેળવે તે માટે શિક્ષકે પ્રચાર પ્રસાર કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...