તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:અંજાર તા.ના 13 હજાર જેટલા ખેડૂતોને 23 લાખથી વધુ કૃષિ સહાય અપાઇ

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમંત્રીના હસ્તે ગ્રામ સેવકોનું કરાયું સન્માન

રાજ્ય સરકા દ્વારા અમલી કૃષિ સહાય યોજના હેઠળ અંજાર તાલુકામાં 13664 જેટલા ખેડૂતોને 23.76 લાખની રકમ સહાય ચૂકવાઇ છે અને આવનારા સમયમાં દરેક કામમાં ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની મદદથી કામ ઝડપી બનશે તેમ રાજ્યમંત્રી અંજારમાં યોજાયેલા ગ્રામ સેવકોના સન્માન સમારોહમાં જણાવ્યું હતું.

કૃષિ સહાય યોજના અંતર્ગત વિશિષ્ટ કામગીરી બદલ તાલુકાના ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો તથા ગ્રામસેવકોને સન્માનવાના સમારોહને સંબોધતાં રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, સ્વૈચ્છિક કામના સમયે ઘરે બેઠા રોજગારી મેળવતાં ગ્રામ સેવકોને સન્માનીને સરકાર ગૌરવ અનુભવે છે. અંજાર વિધાનસભા હેઠળ આવતા વિસ્તારોમાં 50 કરોડના વિકાસ કામો થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર સેન્ટર પ્રિન્યોર અને ગ્રામસેવકો થઇ કુલ 59 જેટલા કર્મીઓને સન્માનતા પ્રાંત અધિકારી ડો.વી.કે.જોશીએ જણાવ્યું કે, ગ્રામ્યસ્તરે પંચાયતના કામકાજ કરી લોક સુવિધાનું વાહન કરનારા પાયાના કર્મવીરોને બિરદાવું છું. આ પ્રસંગે તાલુકા પંચાયત કારોબારી ચેરમેનબાબુભાઇ મરંડ, તા.પં.પ્રમુખ ગોવિંદ ડાંગર, કાનજી શેઠ, તાલુકા વિકાસ અધિકારી એ.જી.દેસાઇ, મામલતદાર ભંડેરી, વિસ્તરણ અધિકારી વ્યાસ તેમજ તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...