તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંશોધન અને અભ્યાસ:શહેરની મેડિકલ કોલેજના મ્યૂઝિયમમાં સચવાયા 200થી વધુ માનવ દેહના અંગો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તબીબી અભ્યાસ અને સંશોધનમાં ઉપયોગી બને છે અવશેષો

ભુજની અદાણી મેડિકલ કોલેજના એનાટોમી(શરીરરચના) વિભાગમાં 200થી વધુ માનવ શરીરના આંતરિક ભાગોને વૈજ્ઞાનિક ઢબે સાચવવામાં આવ્યા છે. દેશ અને ગુજરાતની મોટી મેડિકલ કોલેજની માફક કચ્છમાં પણ માનવદેહના અંગોના સંશોધનઅને અભ્યાસ માટે એક વિશાળ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં પગથી માથા સુધીની માનવશરીરની આંતરિક રચનાના અંગોના પ્રત્યેક હિસ્સાને જુદા જુદા કોણથી દર્શાવવામાં આવ્યા છે.

જેમ કે, મસ્તિષ્કના વાળ, મગજ, ખોપરી, આંખ, જિહવા,જડબા, છાતી, ફેફસા, હ્રદય, જઠ્ઠર, પેંકિયાસ, યકૃત(લીવર), આંતરડા, ઉત્સર્ગતંત્ર(કિડની) પગ સહિત રુધિરાભિસરણ તંત્ર , કકાલ તંત્રના વિભાગો ઉપરાંત ચાર્ટ તથા આર્ટિફિશિયલ નમુનાઓ પણ તૈયાર કરી મૂકવામાં આવ્યા છે. તેમજ ૧૦૦ જેટલા માઈક્રોસ્કોપથી દરેક અંગના સેલનો અભ્યાસ પણ કરી શકાય છે. એનાટોમી વિભાગના હેડ અને પ્રોફે. ડો. સાગ્નિક રોયે જણાવ્યુ હતું કે, મેડિકલની પ્રત્યેક શાખાના વિધાર્થીઑ આ મ્યુઝિયમના માધ્યમથી ટોપ ઉપર પહોંચી શકે છે.

અને નક્કી કરેલા ચિકિત્સાશાસ્ત્ર તરફ આગળ વધી શકે છે. એટલું જ નહીં કચ્છની ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનશાખામાં અને વિજ્ઞાન કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ પણ મુલાકાત લઈ મ્યુઝિયમનો સમયાંતરે લાભ લેતા હોય છે. મેડિકલ જગતનો આ એનાટોમી વિભાગ એરિસ્ટોટલના સમયગાળાથી ચાલતો આવે છે.

અન્ય સમાચારો પણ છે...