તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજની કરાટે ગર્લ:18 વર્ષની દીકરીએ 200થી વધુ દીકરીઓને સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ ફ્રીમાં આપી, 3 વાર આંતરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી

ભુજ10 દિવસ પહેલાલેખક: ડો. પૂર્વી ગોસ્વામી
 • કૉપી લિંક
 • અડધો અડધ યુવતીઓને ફ્રી માં જ કરી છે તાલીમબધ્ધ : પિતામાંથી મેળવી પ્રેરણા

માત્ર 18 વર્ષની ઉંમર, મૂળ ભુજની ડોલર વિનોદભાઇ પટેલ બારમાં ધોરણમાં અભ્યાસ કરે છે અને કરાટેમાં બ્લેક બેલ્ટ હાંસલ કર્યો છે. તેણે છેલ્લા 2 વર્ષમાં 200થી વધુ દીકરીઓને તાલીમ આપીને સ્વરક્ષણના પાઠ ભણાવ્યા છે, જેમાં 100 દીકરીઓને તેણે ફ્રીમાં તાલીમ આપેલી છે. પિતા વિનોદભાઇ છેલ્લા 20 વર્ષથી કરાટેની ટ્રેનીંગ આપી રહ્યા છે તેમને જોઈને ડોલરને આગળ વધવાની પ્રેરણા મળી.

પાંચ દીકરીઓએ બ્લેક બેલ્ટ હાંસલ કર્યો
પાંચ તાલીમાર્થી દીકરીઓએ ડોલર પાસે તાલીમ મેળવીને કરાટેમાં બ્લેક બેલ્ટ હાંસલ કર્યો છે અને પ્રતિવર્ષ યોજાતી આંતરરાષ્ટ્રીય કરાટે ટુર્નામેંટમાં ગુજરાતની આગવી ઓળખ ઊભી કરી છે. 2016-17 માં જાપાનની જુનિયર ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

3 વાર આંતરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી
ડોલર 3 વાર આંતરરાષ્ટ્રીય કરાટે ટુર્નામેંટમાં ચેમ્પિયન બની છે. દર વર્ષે ભારતમાંથી 15 લોકોની પસંદગી થાય છે પણ રમવા માત્ર 4 કે 5 જાય છે. એક ટુર્નામેંટમાં રમવા માટે દોઢ લાખથી વધુનો ખર્ચ ભોગવવો પડે છે, આ આર્થિક સહાય ક્યાંયથી પ્રાપ્ત ન થતી હોવાથી ચેમ્પિયન આ દિશામાં છેલ્લા લેવલ સુધી પ્રદર્શન આપી શકતા નથી.

રેડ બોલ્ટ લેવાનું ઓલિમ્પિકમાં રમવાનું છે સપનું
સપનાઓ: ‘કરાટેની ઉચ્ચતમ સિદ્ધિ રેડ બેલ્ટ લેવાની ઈચ્છા છે. પોતાની કરાટે એકેડેમી ઊભી કરવી છે અને ઓલિમ્પિકમાં રમીને ભારતનું નામ રોશન કરવું છે.’ હાલ તે શોતોકાન કરાટે ડો ફ્રેડરેશન ઈન્ડિયાના માર્ગદર્શન હેઠળ તાલીમ આપી રહી છે. આશાપુરા વિમેન્સ એકેડમી અને આશાપુરા સ્કૂલનો સહયોગ તેને અવારનવાર પ્રાપ્ત થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો