તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:કોરોનાથી વધુ 2ના મોત, 25 પોઝિટિવ દર્દીના ઉમેરા સાથે સારવાર હેઠળ 252

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરોના 15માંથી ભુજમાં ફરી ગ્રાફ વધીને 8, ગાંધીધામના 5, અંજારના 2 દર્દી
 • ગામડાઓના 10માંથી તાલુકા મુજબ અંજાર, ભુજ, માંડવીમાં 2-2, મુન્દ્રામાં 3, નખત્રાણામાં 1

ભાસ્કર ન્યૂઝ. ભુજ કચ્છમાં શનિવારે કોરોનાથી વધુ 2ના મોત થયા છે. અે ઉપરાંત જિલ્લામાં વધુ 25 પોઝિટિવ કેસ ઉમેરાયા છે, જેમાં શહેરોના શહેરોના 15માંથી ફરી ભુજમાં વધીને 8, ગાંધીધામના 5, અંજારના 2 દર્દી છે. જ્યારે ગામડાઅોના 10માંથી તાલુકા મુજબ અંજાર, ભુજ, માંડવીમાં 2-2, મુન્દ્રામાં 3, નખત્રાણામાં 1 કેસ છે, જેથી સારવાર હેઠળ વધીને 252 દર્દી થઈ ગયા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસ 3385 ચોપડામાંથી જાહેર કરાયા છે, જેમાંથી હજુ સુધી કુલ 3018 સાજા થઈ ગયા છે. સારવાર દરમિયાન હજુ સુધી કુલ 75ના મોત બતાવાયા છે. જોકે, જાન્યુઅારી માસથી વેક્સિન અાવવાની છે. પરંતુ, બે ડોઝ વચ્ચે 12 માસનો અંતર રહેશે, જેથી હજુ 12 માસ સુધી મોઢે માસ્ક ધારણ કરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું હિતાવહ છે. નહીંતર કોરોના વકરી જાય અેવી વહેશત હજુ પણ રહેલી છે.

તાલુકા મુજબ સ્થિતિ

તાલુકોશહેરગામડાકુલસાજા થયેલા
----
અબડાસા0001
અંજાર2244
ભચાઉ0000
ભુજ82104
ગાંધીધામ 05054
લખપત0000
માંડવી0220
મુન્દ્રા0331
નખત્રાણા0111
રાપર0001
કુલ15102516
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો