પરપ્રાંતિય:કુકમામાં ફસાયેલા 100થી વધારે પરપ્રાંતિયોને વતન મોકલાયા

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત દ્વારા ઓનલાઇન મંજૂરી અને ટ્રેન સુધી પહોંચાડવા કરાઇ વ્યવસ્થા

કોરોના મહામારીના પગલે લોકડાઉનમાં શ્રમિકો અને પરપ્રાંતિય લોકોની હાલત કફોડી બની છે. કચ્છમાં પણ લોકો પોત-પોતાના વપન ભણી પ્રયાણ કરી રહ્યાં છે. ત્યારે ભુજ તાલુકાના કુકમા ગ્રામ પંચાયત દ્વારા આ પરપ્રાંતિયોને તેઓના વતન પહોંચાડવા ખાસ કામગીરી હાથધરી હતી.

બધાના નામની યાદી પંચાયત કચેરીમાં  તૈયાર કરવામાં આવી
કુકમા જુથ ગ્રામ પંચાયતના સરપંચ કંકુબેન વણકર, તલાટી ચાંસીયા નરેન્દ્રભાઇ દ્વારા કોરોનાની મહામારીના લોકડાઉનમાં પરપ્રાંતિઓને પોતાના વતન જવા માટે પંચાયત દ્વારા રીક્ષાથી જાહેરાત કરવામાં આવી હતી. પંચાયત કચેરીમાં પરપ્રાંતીઓના નામ, મોબાઇ નંબર, તેઓ કયાં જવા માગે તે ગામનું નામ અને જવા માટેના કારણો લખવામાં આવ્યા હતાં. તેઓ મજૂરી તરીકે વાડીઓમાં, કંપનીઓમાં તેમજ નાના મોટા કારખાનાઓમાં અન્ય કારણોસર કોરોનાના લોકડાઉન દરમ્યાન ફસાયેલા હતા. તેઓ બધાના નામની યાદી પંચાયત કચેરીમાં  તૈયાર કરવામાં આવી હતી. ત્યાર બાદ પંચાયત દ્વારા તેઓના ઓનલાઇન ફોર્મ ભરવવામાં આવ્યા બાદ મામલતદાર સાથે સંકલન કરી  તેઓને પોતાના વતન  મોકલવા માટે સરકારી ટ્રેનની સુવીધા કરે ત્યાર બાદ તમામને પંચાયત દ્વારા ફોનથી જાણ કરવામાં આવી હતી. તેઓનું પંચાયત દ્વારા પીએચસીમાં મેડીકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. નાસ્તાની વ્યવસ્થા તેમજ માસ્ક તેમજ સેનેટાઇઝર કરાવીને બસ દ્વારા ભુજ રેલ્વે સ્ટેશન લઇ જવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...