તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • More Than 10 Vehicles Were Stranded In The Small Desert Of Kutch During The Rains, Local Villagers Rushed To The Aid Of The People

મુશ્કેલી:કચ્છના નાના રણમાં વરસાદ વરસતા 10થી વધુ વાહનો ફસાયા, સ્થાનિક ગ્રામજનો લોકોની મદદે દોડ્યા

ભુજ6 દિવસ પહેલા
  • ચીકણી જમીનમાં ફસાયેલા વાહનોને ગ્રામજનોએ અન્ય વાહનો મારફત ઉગાર્યા

પૂર્વ કચ્છના આડેસર નજીકના નાના રણ વિસ્તારમાં દર્શને આવેલા શ્રદ્ધાળુઓ વરસાદના પગલે પરત ફરતા કાચા માર્ગ પર કીચડમાં વાહનો ફસાઈ જતા અટવાઈ પડ્યા હતા, જેના પગલે સૌરાષ્ટ્ર તરફથી નાના બાળકો સાથે આવેલા દર્શનાર્થીઓ ગભરાઈ ગયા હતા, અને એક તબક્કે હાલાકીમાં મુકાઈ ગયા હતા . સદભાગ્યે આ વિશેની જાણ રણ વચ્ચે આવેલા વચ્છરાજ દાદાના મંદિરમાં થતા તેમણે આડેસર અને પ્લસવા ગામનો સંપર્ક કર્યો હતો. જ્યાંથી આ ગામના ગ્રામજનો ટ્રેકટર સહિતના વાહન મારફત પહોંચી આવીને ફસાયેલા વાહનોને સલામત સ્થળે ખસેડયા હતા.

બમાવની પ્રાથમિક માહિતી મુજબ અને રાપરના દિપુભા એમ જાડેજાના જણાવ્યા અનુસાર રાજકોટ, સુરત, વિરમગામ, અને ચિત્રોડ વગેરે સ્થળોઓએથી આવેલા ભાવિકો આડેસરથી ઉત્તર દિશાએ 25 થી 30 કી.મી. દૂર નાના રણ વિસ્તારમાં આવેલા વચ્છરાજ બેટ ખાતેના વચ્છરાજ દાદાના મંદિરે દર્શન માટે ગયા હતા. આ દરમ્યાન વરસાદ શરૂ થયો હતો, જેના પગલે 10 જેટલા ખાનગી વાહન સાથેના પરિવારો મંદિર સ્થળેથી તુરંત નિયત સ્થળે જવા રવાના થયા હતા.

દરમ્યાન વરસાદના કારણે જમીન ચીકણી થઈ જતા કેટલીક ગાડીઓના ટાયરો રણના કાદવમાં ખૂંપી ગયાં હતા. ભારે જહેમત બાદ તમામ પ્રવાસીઓ ને સહી સલામત સુરક્ષિત સ્થળે આડેસર અને પલાસવાના ગ્રામજનોએ પહોંચાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...