તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:કચ્છમાં કોરોનાથી વધુ 1નું મોત, કુલ 100 દર્દીઓએ દમ તોડ્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • { શહેરોમાં 20માંથી 8 ગાંધીધામના, 6 ભુજના, 4 અંજારના, ભચાઉ, રાપરમાં 1-1 પોઝિટિવ {ગામડાના 15માંથી તાલુકા મુજબ મુંદ્રા, નખત્રાણામાં 4-4, માંડવીમાં 3, અબડાસા, અંજાર, ભુજ અને રાપરમાં 1-1 કેસ

રવિવારે કોરોનાથી વધુ 1 દર્દીના મોતથી સારવાર દરમિયાન મોતનો આંક 100 ઉપર ગયો છે. વધુ 35 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે, જેમાં શહેરોના 20 કેસમાંથી ગાંધીધામમાં 8, ભુજમાં 6, અંજારમાં 4, ભચાઉ, રાપરમાં 1-1 કેસ નોંધાયો છે. ગામડામાં 15માંથી તાલુકા મુજબ જોઈએ તો મુંદ્રા, નખત્રાણામાં 4-4, માંડવીમાં 3, અબડાસા, અંજાર, ભુજ, રાપરમાં 1-1 કેસ નોંધાયો છે. જોકે, વધુ 17 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, અત્યાર સુધી નોંધાયેલા કુલ 1815માંથી કુલ 1358 દર્દી સાજા થઈ ગયા છે. 357 દર્દી સારવાર હેઠળ છે. તંત્રએ અત્યાર સુધી કુલ 59ના મોત બતાવ્યા છે. પરંતુ, 41 દર્દીની સ્થિતિ છુપાવી છે, જેથી 59 વતા 41 મળી કુલ 100 દર્દીના મોત થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો