તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે વધુ 5749 લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.
બહારથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. રવિવારે સાંજે 4 વાગ્યાથી સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમ્યાન 71 જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. વધુ 5749માંથી 5678 વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ 13845 વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. 8167 વ્યકિતઓએ 14 દિવસનો કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ કર્યો છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 304 જેટલા આઇસોલેશન વોર્ડ છે. કુલ 112 શંકાસ્પદ વ્યકિતઓમાંથી અત્યાર સુધી 107 ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4 દર્દી એડમીટેડ છે. જિલ્લામાં કુલ 2531 ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસ્થા છે. 220 વ્યકિતઓને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. 149 વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. હાલમાં 71 વ્યકિતઓ કવોરોન્ટાઇનમાં છે.
કુલ સ્ક્રીનિંગનો આંકડો 1.46 લાખે પહોંચ્યો
વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-19ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. રવિવારે સાંજે ચાર વાગ્યાથી સોમવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 8219 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 146231 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 981 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. અત્યાર સુધીમાં કુલ 934 વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. 1 વ્યકિતનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 41 જેટલા સેમ્પલ રિજેકટ કરવામાં આવ્યા છે, તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવેલ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.