તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૈનિક 20 હજાર વાહન ચાલકોને અસર:કચ્છને જોડતા ધોરીમાર્ગ પર મોરબીના હરીપર બ્રીજમાં ગાબડું, મરંમતમાં ત્રણ માસ લાગશે

સામખિયાળી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 100 મીટર રોડ પસાર કરવામાં 10 કિમી ટ્રાફિક જામ સર્જાયો
  • રેલવે લાઇન પસાર થતી હોવાથી ડાયવર્ઝન પણ મુશ્કેલ : રોડને વન-વે કરાતા લાંબી કતારો લાગી: અનેક માનવકલાકો વેડફાયા

સાૈરાષ્ટ્ર અને કચ્છને જોડતો નેશનલ હાઇવે નંબર 8 પર મોરબીના હરીપર ગામના રેલવે ક્રોસિંગ બ્રિજમાં ગાબડુ પડતા 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામના લીધે વાહન ચાલકોને 100 મીટર રોડ પસાર કરવામાં ભારે હાલાકી ભોગવવાનો વારો અાવ્યો છે. વાહનોની કતાર હરીપર બ્રીજથી સુરજબારી સુધી પહોંચી અાવી છે. ટ્રાફિક હળવુ કરવા માટે માળિયા અને સામખિયાળી પોલીસને દોડતા કરી દેવાયા છે. બ્રીજમાં પડેલા ગાબડાને રિપેર કરતા ત્રણ માસ જેટલો સમય વિતી જશે.

કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી, સુરજબારી માર્ગ પર અવાર નવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે, તઘડો ટોલ ચુકવવા છતાંય વાહન ચાલકોને કલાકો સુધી હેરાન થવું પડે છે, ત્યારે ફરી અેક વખત હરીપર બ્રીજમાં ગાબડુ પડી જવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે.

અા અંગે સુરજબારી ટોલ પ્લાઝાના મેનેજર ઉતમસીંગ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, માળીયા તાલુકાના હરીપર પાસે રેલવે ક્રોસિંગ બ્રીજમાં ફોલ્ડિંગ પાટેશન પડી જતા ગાબડુ પડી ગયું છે અને તે બ્રીજને રિપેર કરતા ત્રણ માસ જેટલો સમય નિકળી જશે. હાલ ટ્રાફિકમાં હળવુ થઇ ગયું છે અને અાવનારા દિવસોમાં બ્રીજના કામના લીધે ટ્રાફિક જામ ન થાય તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં અાવશે.

દૈનિક 20 હજાર વાહનોનો થશે અસર
કચ્છમાંથી નેશનલ હાઇવેનો ઉપયોગ દૈનિક વીસ હજાર જેટલા વાહનો કરે છે, તેમાં વાહન ચાલકો તઘડો ટોલ પણ ચુકવે છે તેમ છતાં સુવિધાના નામે મીડુ છે. અા બ્રીજ રીપેર નહીં થાય ત્યાં સુધી દૈનિક વીસ હજાર વાહનોને તકલીફનો સામનો કરવો પડશે.

ગાબડું પડયુ ંતે જગ્યાઅે ડાયવર્ઝન કાઢવું મુશ્કેલ
હરીપર પાસે બ્રીજમાં પાટેશનના કારણે ગાબડુ પડી ગયું છે તે જગ્યાઅેથી ડાયવર્ઝન કાઢવુ પણ મુશ્કેલ છે, કારણ કે તે બ્રીજ નીચેથી રેલવે લાઇન પસાર થાય છે.

2021ની શરૂઅાતથી જ ટ્રાફિક સમસ્યા સર્જાઇ
2021ના વર્ષમાં જાન્યુઅારી મહિનામાં ચાર વખત મહાટ્રાફિક જામ સર્જાયો હતો, તેમાં ખાનગી વાહનો, અેમ્બ્યુલન્સ, બસ, ટ્રક દસ-દસ કલાક સુધી ટ્રાફિકમાં ફસાઇ ગયા હતા, જેની રજૂઅાત ઉચ્ચકક્ષાઅે થતા તેનો નિવેડો અાવ્યો હતો.

હવે અા બ્રીજમાં ગાબડાના લીધે કેટલા મહિને નિવેડો અાવે તે જોવુ રહ્યું. ખુદ ટોલ કંપની દ્વારા ત્રણ મહિના જેવો સમય લાગી જશે તેવી વાત કરવામાં અાવી છે તો હવે અામાં પણ પડાણા બ્રીજવાળી ન થાય તો નવાઇની વાત નહીં.

અન્ય સમાચારો પણ છે...