તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતસંગ:કચ્છના રાપર ખાતે આજથી પૂ .મોરારીબાપુની રામકથાનો આરંભ

ભુજ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પૂ. બાપુ હેલિકોપટર મારફતે રાપરના ઐતિહાસિક વ્રજવાણી ગામે પધાર્યા
 • વાગડમાં પૂ. બાપુની પાંચની રામકથા

પ્રખર રામાયણી કથાકાર પૂજ્ય મોરારી બાપુની 855મી અને વાગડમાં પાંચમી રામકથાનો આજ 4 વાગ્યાથી પ્રારંભ થઈ રહ્યો છે. જ્યારે આવતીકાલ તા. 14થી 21 ફેબ્રુઆરી સુધી સવારના ભાગે કથા ગાન કરવામાં આવશે.

રાપર તાલુકાના ઐતિહાસિક વ્રજવાણી ગામ ખાતે વાગડ વિસ્તારની આ પાંચમી રામકથાની શરૂઆત થઈ રહી છે. આ પહેલાં ભચાઉ, જંગી, રાપર અને મોડપર ખાતે પૂ. બાપુની રામકથા યોજાઈ ચુકી છે. આ વખતનું કથા સ્થાન આહીર સમાજ સાથે કચ્છની સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. જ્યાં ઇતિહાસમાં એક સાથે 142 આહીરાણીઓ સતી થઈ હતી. જ્યાં પૂ. બાપુ આજથી રામકથાની શરૂઆત કરશે.

આ ઐતિહાસિક પવિત્ર સ્થળે યોજાવા જઇ રહેલ રામકથામાં કોરોના માર્ગદર્શિકા મુજબ સોસિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા રખાઈ છે. આ સાથે મર્યાદિત સંખ્યમાં શ્રોતાગણને સમાવાયા છે. ખુરશીઓ ખસી ના જાય તે માટે જમીન સાથે અલગ-અલગ રીતે જોડવામાં આવી છે. આ ઉપરાંત કથામાં આવતા ભાવિકોને માસ્ક આપી ઓટોમેટિક સેનેટાઈજ પણ કરવામાં આવી રહ્યા છે. આ આયોજનની તમામ વ્યવસ્થા યજમાન પરિવારના પ્રવીણભાઈ તન્ના સંભાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો