તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોમાયમોરાના સરપંચ પતિએ પોલીસને માથે લીધી, નશાયુક્ત હાલતમાં બેફામ વાહન હંકરાયું

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
માધાપર ચોકીના કર્મી પીછો કર્યો તો ગાડી ઠોકી દીધી. - Divya Bhaskar
માધાપર ચોકીના કર્મી પીછો કર્યો તો ગાડી ઠોકી દીધી.
 • કાળા કલરની ઇસુઝુ કાર પર ‘ઉપપ્રમુખ રાપર તાલુકા ભાજપ’ની નેમપ્લેટ લાગેલી
 • ભુજોડી પાસે એક્ટીવા ચાલકને ટક્કર મારતા પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા
 • આરટીઓ પાસે પોલીસ ફરી વળતા નાસી છુટયો
 • લખુરાઇ ચાર રસ્તા પાસે ગટરના ખાડામાં ગાડી ફસાઇ જતા અંતે પકડાયો

પદ્ધર પાસેથી પુરપાટ આવી રહેલી ઇસુઝુ કારના ચાલક એવા રાપરના મોમાયમોરા સરપંચના પતિએ પોલીસને માથે લીધી હતી. ભુજોડી ફાટક પાસે એક્ટીવા ચાલકને ટક્કર મારી, ત્યાં રહેલી પોલીસે તેનો પીછો કરતા ભાગ્યો હતો. જો કે, અંતે લખુરાઇ ચાર રસ્તા પાસેથી પકડાઇ જતા પોલીસ મથકે લઇ જવાયો હતો, જયાં પોલીસ મથકે ઉધામો મચાવ્યો હતો. સવારે બારેક વાગ્યાના અરસામાં જીજે 12 ડીજી 2242 નંબરની કાળા કલરની ઇસુઝુ કાર પદ્ધર પાસેથી પુરઝડપે આવી રહી હતી, રાપરના મોમાયમોરા સરપંચ નવલબેન રમેશભાઇ દાદલના પતિ રમેશ વજેરામ દાદલ (રહે. ડાંગરવાસ, મોમાયમોરા) કેફીપીણુ પીને બેફામપણે કાર હંકારી હતી અને ભુજોડી ફાટક પાસે એક્ટીવા ચાલકને ટક્કર મારી હતી, ત્યાં ફરજ પરના પોલીસ કર્મચારી તેનો પીછો કર્યો હતો તો તેણે ગાડીને ઓવરસ્પીડે હંકારી હતી.

કન્ટ્રોલ રૂમમાં જાણ કરાતા માધાપર પોલીસ ચોકીએ જાણ કરાઇ હતી જેથી તેઓ પોતાની પ્રાઇવેટ કારથી પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પણ નશેડીએ ફુલ સ્પીડમાં તેમની ગાડીને ટક્કર મારી દઇ માધાપરના રોડ પર બેફામપણે કાર ચલાવી માધાપરમાં ઘુસી ગયો હતો. પુરઝડપે રોંગસાઇડમાં યક્ષમંદિર ચાર રસ્તેથી ઝાંસીની રાણી સર્કલથી થઇ આરટીઓ સર્કલ તરફ દોડાવી હતી જેથી અન્ય પોલીસ કર્મીઓ ત્યાં ખડકાઇને તેને થોભાવવા પ્રયાસ કર્યો હતો. આરટીઓ સર્કલ પાસે પહોંચતા પોલીસ તેને ફરી વળી હતી, જો કે તે ઉભો રહે તેવા એંધાણ ન દેખાતા પોલીસે તેના કારમાં ધોકો માર્યો હતો જેથી કાચ તુટી પડયા હતા.

પોલીસને ચકમો આપી તે ભુજીયા રીંગ રોડથી આત્મારામ તરફ નાસવા માંડયો હતો, પોલીસનો જીવ તાળવે ચોંટી ગયા હતા અને આ નશેડી કયાંક જાનહાની ન સર્જે તેવી ભીતિ સેવી હતી. આત્મારામ સર્કલથી તે લખુરાઇ ચાર રસ્તા તરફ જતો હતો ત્યારે ગટરના ખાડામાં તેની ગાડી ફસાઇ જતા અંતે તે ઝડપાઇ ગયો હતો. એટલી હદે નશામાં હતો કે પોલીસ મથકે લઇ જઇ ત્યાં ઠંડા પાણીની ડોલ ભરી તેના પર ઢોળવામાં આવી હતી. લોકઅપમાં વારંવાર કપડા ઉતારી હોબાળો મચાવ્યો હતો. પોલીસે ત્રણ લાખ રૂપીયાની કાર કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નશાયુક્ત આરોપી ખુદ આરોગ્ય શાખાના ચેરમેન રહી ચુકયા છે
ભુજોડીથી ભુજના લખુરાઇ ચાર રસ્તા સુધી ઉધામો મચાવનારા આ આરોપી રમેશ વજેરામ દાદલ અગાઉ જિલ્લા પંચાયતમાં આરોગ્ય શાખાના ચેરમેન રહી ચુકયા છે, તો હાલમાં રાપર તાલુકા એટીવીટીમાં બે રાજકીય સભ્ય પૈકી એક છે.

આવા લોકોના લાઇસન્સ રદ્દ કરવા જોઇએ
બેફામપણે અને નશામાં ધુત થઇને કાર ચલાવતા આવા આરોપીઓના લાઇસન્સ રદ્દ કરવા જોઇએ જેથી તેઓ વાહન ચલાવી શકે નહી. ગાંધીના ગુજરાતમાં રાજકીય અગ્રણી ખુદ નશામાં ધુત થઇ વાહન ચલાવી હંગામો મચાવ્યા બાદ અંતે પોલીસના હાથે દબોચાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, જયાં શરાબ પ્રતિબંધીત નથી એવા રાજયોમાં પણ દારૂનું સેવન કરીને વાહન ચલાવવા પર મનાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો