રજૂઆત:પાક નુકસાનીના સરવેના ઓઠા હેઠળ ખેડૂતોની ઠેકડી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાપરના ધારાસભ્યએ કલેક્ટરને આપ્યું આવેદન

અતિવૃષ્ટિ બાદ પાકને થયેલી નુકસાનીના વળતર માટે તંત્ર દ્વારા વાગડમાં હાથ ધરાયેલી સરવે કામગીરી કિસાનોની મજાક સમાન હોઇ, તાત્કાલિક વળતર પેટેની રકમ ચુકવવા રાપરના ધારાસભ્યએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. વાગડના રાપર અને ભચાઉ તાલુકાના સમગ્ર વિસ્તારમાં 250% થી વધુ વરસાદ થયો છે. વધુમાં સતત ત્રણ અઠવાડિયા સુધી વરસાદ વરસવાથી ચોમાસુ પાકને 70% થી 100% નુકસાન થયું છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતગર્ત લીલો દુષ્કાળ જાહેર કરીને મુખ્યમંત્રીની યોજના પ્રમાણે ખેડૂતોને વળતર ચુકવવામાં આવે તે અતિ આવશ્યક છે.

હાલમાં સરકાર દ્વારા જે સરવે કરવામાં આવે છે તેનો કોઈપણ પ્રકારે અર્થ રહેતો નથી, કારણ કે, અતિવૃષ્ટિના માપદંડથી વધારે વરસાદ સરકારી આંકડા પ્રમાણે થઈ ગયો છે. સરકારે સરવેના ઓઠા હેઠળ ખેડૂતોની ઠેકડી ઉડાડવાના બદલે તાત્કાલિક ખેડૂતોને નુકસાનીનું વળતર આપવું જોઇએ. ખેડૂતોની આ સાચી વેદના સાંભળી સરકાર ન્યાય નહીં આપે તો આગામી સમયમાં આંદોલન છેડવાની ચિમકી સાથે રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...